બાપ રે! આ મહિલાના શરીરમાં ચરબી કરતાં વધુ છે પ્લાસ્ટિક, મોમોસ જેવા હોઠ બનાવવા માટે ખર્ચ્યા અધધ...
કેટલાક લોકો એવા હોય છે જેને પ્રખ્યાત થવાનો એક અલગ જ ક્રેઝ હોય છે. આ માટે આ લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. ક

કેટલાક લોકો એવા હોય છે જેને પ્રખ્યાત થવાનો એક અલગ જ ક્રેઝ હોય છે. આ માટે આ લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. કેટલાક એવા હોય છે જે પોતાને દુનિયાથી અલગ દેખાડવા માટે પોતાના શરીર સાથે રમવાનું શરૂ કરે છે. જો તમે નજીકથી જુઓ તો પોતાને બીજાઓથી અલગ દેખાડવા માટે લોકો પોતાના ચહેરા પર સૌથી વધુ પ્રયોગ કરે છે. જ્યારે ઘણા લોકો આ પ્રયોગમાં સફળ થાય છે, ત્યારે કેટલાક લોકોના ચહેરા જોવામાં ખૂબ જ ખરાબ થઈ જાય છે.
આજકાલ એક મહિલા સાથે પણ આવું જ કંઈક જોવા મળ્યું, જેણે પોતાને પ્રખ્યાત બનાવવા માટે પોતાના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરાવી અને અંતે તેની હાલત એવી થઈ ગઈ કે હવે લોકો તેને જોઈને ડરી જાય છે. અહીં વાત કરી રહ્યા છીએ સ્પેનના મેજોર્કામાં રહેતી Influencers મહિલા વિયેના વર્સ્ટેલ વિશે, જેણે પોતાના પર £37,000 (લગભગ 39 લાખ) ખર્ચ કરીને પોતાના હોઠનું ઓપરેશન કરાવ્યું. જેથી તેના હોઠ વિશ્વમાં સૌથી મોટા બની ગયા.
આ Influencersએ કઈ સર્જરી કરાવી
એવું બન્યું કે સર્જરીને કારણે મહિલાના હોઠ મોમોસ જેટલા મોટા થઈ ગયા. આ કામથી તેણે પોતાનો હેતુ હાંસલ કર્યો પણ આ સર્જરીથી તેનો ચહેરો કદરૂપો થઈ ગયો છે. આશ્ચર્યજનક વાત એ છે કે વિયેના તેના હોઠને વધુ મોટા બનાવવા માંગે છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે આ બાબતો મારા માટે કોઈ વાંધો નથી. હું ફક્ત મારી જાતને બીજાઓથી અલગ બનાવવા માંગુ છું. મેં ઘણા સમય પહેલા આ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
વધુંમાં તે કહે છે કે મારા શરીરમાં ચરબી કરતાં પ્લાસ્ટિક વધુ છે, જેના કારણે હું આવી દેખાઉં છું. 18 વર્ષની ઉંમરે પહેલી કોસ્મેટિક સર્જરી કરાવી હતી અને અત્યાર સુધી મેં ઘણી પ્રકારની સર્જરી કરાવી છે. આમાં લિપ ફિલર, બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન, લિપ લિફ્ટ, આઈ લિફ્ટ, BBL (બ્રાઝિલિયન બટ લિફ્ટ), ગાલ અને ચિનમાં ઇમ્પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે અને મેં આ બધું એટલા માટે કર્યું કે હું ભીડથી અલગ દેખાઈ શકું.


