મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: સસરા સાથે કરાવ્યું હલાલા, અનેક મહિના રાખ્યો શારીરિક સંબંધ, હવે ફરી ભાઈ સાથે લગ્ન માટે પતિનું દબાણ

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. આમાંના ઘણા વીડિયો એવા છે કે જોયા પછી આપણે જોરથી હસવા

VIDEO: સસરા સાથે કરાવ્યું હલાલા, અનેક મહિના રાખ્યો શારીરિક સંબંધ, હવે ફરી ભાઈ સાથે લગ્ન માટે પતિનું દબાણ

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. આમાંના ઘણા વીડિયો એવા છે કે જોયા પછી આપણે જોરથી હસવા માટે મજબૂર થઈ જઈએ છીએ. ઘણાં એવા વીડિયો પણ હોય છે જે આપણને ભાવુક કરી દે છે. ઘણાં વિડિયો એવા હોય છે જે જોઈ સાંભળીને આપણને ઘૃણા આવી જાય. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મુસ્લિમ મહિલા હલાલા અંગે પોતાનું દુઃખ વ્યક્ત કરી રહી છે.

વીડિયોમાં મહિલા કહી રહી છે કે, સૌ પ્રથમ પતિ સાથે લગ્ન કરીને ઘરે આવી. થોડા દિવસો બાદ તેના પતિએ તલાક આપ્યા. સસરા સાથે મારા હલાલા કરાવ્યા. સસરા સાથે લગ્ન કર્યા પછી તેના થકી બાળકની માતા બની. એ પછી સસરા સાથે છૂટાછેડા લઈને ફરીથી પતિ સાથે લગ્ન કર્યા. થોડા સમયમાં પાછા ફરીથી પતિએ તલાક આપ્યા. હવે પતિ તેના સગા ભાઈ સાથે હલાલા કરાવવા દબાણ કરી રહ્યો છે. હવે શું હું તેની ભાભી બની જઉં.?

મહિલાએ પોતાની આપવિતી જણાવતા કહ્યું કે, લગ્ન પછી મારી જિંદગીને આ પરિવારે મજાક બનાવી દીધી છે. મારા પતિએ પહેલા તેના બાપ સાથે લગ્ન કરાવ્યા. સસરા સાથે રાતોની રાતો વિતાવી. એક બાળકની માતા બની. પાછા છુટાછેડા કરી પતિ સાથે લગ્ન કર્યા. પાછા છૂટા છેડા લઈને હવે તેના ભાઈની પત્ની બનવા દબાણ કરે છે. એક રીતે આ મારા પર મજાક ઉડાવવામાં આવી રહી છે. ક્યારેક હું તેની માતા બની જાઉં છું, ક્યારેક તેની ભાભી બની જાઉં છું અને ક્યારેક તેની પત્ની બની જાઉં છું. શું આ બધું કરવા માટે જ હું છું.

 પગના જૂતાની જેમ એક પહેરી રહ્યો હતો અને બીજો ઉતારી રહ્યો હતો

શબીના આગળ કહે છે કે તેના લગ્ન 2009માં થયા હતા. બે વર્ષ સુધી બાળક ન થયા પછી મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા. આ વાત ઘરમાં જ રાખવા માટે મારા પતિએ મને મારા સસરા સાથે હલાલા કરાવી દીધા. એમણે મારી સાથે લગ્ન કર્યા અને 2017માં મને ફરીથી છૂટાછેડા આપી દીધા. જ્યારે મારા પરિવારના સભ્યોએ તેમની સાથે વાત કરી, ત્યારે મારા પતિએ કહ્યું કે, તેમણે કહ્યું કે મારા ભાઈ સાથે હલાલા કરાવી દો. હું ત્યાં બધા માટે ગઈ નહોતી. હું મારા પતિ સાથે સંબંધ જાળવી શકું છું, પણ તેના પિતા, ભાઈ અને બીજા બધા સાથે શારીરિક સંબંધ ના જાળવી શકું. જ્યારે મારા પરિવારે વાંધો ઉઠાવ્યો તો મારા પતિએ મારા પિતાને સાથે લઈ જવા કહ્યું. પગના જૂતાની જેમ એક પહેરી રહ્યો હતો અને બીજો ઉતારી રહ્યો હતો. ખરેખર હલાલાનો અંત આવવો જોઈએ.

આ સમાચાર શેર કરો