મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

ન ટ્રોફી, ન રોકડ ઇનામ... 'મેન ઓફ ધ મેચ' બનેલા ખેલાડીને ઇનામમાં મળ્યો દેશી મરઘો! જુઓ વીડિયો

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના દેવ

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના દેવરિયાનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટના "મેન ઓફ ધ મેચ" વિજેતાને જે મળ્યું તેની ચર્ચા હવે સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં થઈ રહી છે. જ્યારે મેચ સમાપ્ત થઈ ત્યારે ખેલાડીઓ અને દર્શકોને ચમકતી ટ્રોફી અથવા રોકડ રકમની અપેક્ષા હતી. પરંતુ  જાહેરાત થતા જ બધા સ્તબ્ધ થઈ ગયા.

હકીકતમાં, કોઈ ટ્રોફી નહીં પણ એક દેશી મરઘો મેન ઓફ ધ મેચ માટેનું ઈનામ હતું. આ જોઈને પહેલા તો ખેલાડી ચોંકી ઉઠ્યો પરંતુ બાદમાં તેણે હસતાં-હસતાં પોતાનું ઈનામ સ્વીકાર્યું. આ દરમિયાન દર્શકની તાળીઓ અને હાસ્યથી મેદાન ગુંજી ઉઠ્યું.

આ સમાચાર શેર કરો