Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : the monk lifted such a weight that the people standing in the gym were left staring!

Viral Video/ પહેલા ઉડાવી મજાક... પછી સાધુએ એવું વજન ઊંચક્યું કે જીમમાં ઉભેલા લોકો જોતા જ રહી ગયા!

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કહેવાય છે કે કોઈના પહેરવેશ કે તેના શરીરને જોઈને તેની તાકાતનો અંદાજો લગાવી શકાતો નથી. સોશિયલ મીડિયા પર આ વાતને સાબિત કરતો એક વીડિયો હાલમાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાધુના વેશમાં એક વૃદ્ધ વ્યક્તિ જીમમાં એવું ભારે વજન ઊંચકે છે કે ત્યાં હાજર યુવાનોના હોશ ઉડી જાય છે.

App Store

શું છે આ વાયરલ વીડિયોમાં?

વીડિયોની શરૂઆતમાં એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળે છે, જેમના માથા પર પાઘડી અને શરીર પર ભગવા વસ્ત્રો છે. લાંબી દાઢી અને સાદગીભર્યો લુક જોઈને કોઈ પણ તેમને સામાન્ય સાધુ સમજી બેસે. જીમમાં હાજર કેટલાક યુવાનો તેમને જોઈને પહેલા તો હસવા લાગે છે અને તેમની મજાક ઉડાવતા નજરે પડે છે. તેમને એમ હતું કે આ વૃદ્ધ વ્યક્તિ અહીં શું કરશે?

પરંતુ, જેવી આ 'બાબા'એ ભારે વજનવાળા બારબેલ (Barbell) પાસે જઈને તેને પકડ્યું, ત્યાંનું વાતાવરણ પલટાઈ ગયું. બારબેલ પર ઘણું ભારે વજન હતું. બાબાએ થોડી સેકન્ડો માટે ધ્યાન કેન્દ્રિત કર્યું અને પછી પૂરી તાકાત લગાવીને આખું વજન ઊંચકી લીધું (Deadlift). તેમનું આ પરાક્રમ જોઈને જીમમાં જે લોકો હસતા હતા, તેમની બોલતી બંધ થઈ ગઈ.

જીમમાં છવાઈ ગઈ શાંતિ!

વીડિયોમાં જોઈ શકાય છે કે બાબાએ જેવું વજન ઊંચક્યું કે તરત જ ત્યાં હાજર ટ્રેનર અને અન્ય યુવાનોની હસી ગાયબ થઈ ગઈ અને આખા જીમમાં સોપો પડી ગયો. આ વીડિયો કોઈ સ્થાનિક ભારતીય જીમનો હોવાનું જણાય છે. બાબાની ઉંમર વધુ હોવા છતાં તેમનું શરીર ફિટ અને કંટ્રોલમાં દેખાય છે, જે ખરેખર પ્રશંસનીય છે.

આ વીડિયો વાયરલ થતા જ લોકો બે અલગ-અલગ મંતવ્યો આપી રહ્યા છે. મોટાભાગના લોકો તેને ખૂબ જ પ્રેરણાદાયી માની રહ્યા છે. યુઝર્સ લખી રહ્યા છે કે, "બ્રહ્મચર્યમાં અતૂટ શક્તિ હોય છે" અને "ક્યારેય કોઈના કપડાં જોઈને તેની ક્ષમતાનો અંદાજો ન કાઢવો જોઈએ. બીજી તરફ, ફિટનેસના જાણકારો ચેતવણી આપી રહ્યા છે કે વજન ઊંચકતી વખતે તેમની 'ફોર્મ' (પોઝિશન) યોગ્ય નહોતી, જેનાથી કરોડરજ્જુ (Spine)માં ગંભીર ઈજા થઈ શકે છે. આ ઉંમરે આવું જોખમ લેવું જોખમી સાબિત થઈ શકે છે.