VIDEO : શખ્સ ઘોડા પર સવાર થઈને મોલમાં પહોંચ્યો, પ્રાણીને જોઈને લોકોમાં મચી ગઈ દોડધામ
સોર્સ : instagram : cowboyatheart82
અમેરિકામાં એક રિટેલ સ્ટોરની અંદરનો એક વિચિત્ર દૃશ્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત અને આનંદિત કર્યા છે. ટેક્સાસના ડલ્લાસમાં ટાર્ગેટ સ્ટોરમાં એક માણસ ઘોડા પર સવારી કરતો જોવા મળ્યો હતો.
વીડિયોમાં હાર્મન ઘોડા પર સવાર થઈને ટાર્ગેટ સ્ટોરમાં પ્રવેશ કરે છે, તેની સાથે એક નાનું બાળક અને એક મિત્ર પણ છે. ઘોડો અંદર જતાની સાથે જ ગ્રાહકો ચોંકી જાય છે. કેટલાક પાછળ હટતા જોવા મળે છે, જ્યારે કેટલાક સ્પષ્ટ અસ્વસ્થતા દર્શાવે છે. આ દૃશ્ય સામાન્ય શોપિંગ અનુભવથી સંપૂર્ણપણે અલગ હતું. જો કે, સૌથી તીવ્ર પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે ઘોડાએ સ્ટોરના ફ્લોર પર ઘણી વખત શૌચ કર્યું. વીડિયોમાં હાજર લોકોના અવાજો સ્પષ્ટપણે અણગમો અને આઘાત વ્યક્ત કરે છે.

