મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

લો બોલો! પતિએ સાળી સાથે કર્યા લગ્ન, માતા સસરા સાથે ફરાર

તમે સાંભળ્યું જ હશે કે પ્રેમ ન તો ઉંમર જુએ છે અને ન તો સંબંધ. આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યાં છે, જેને સાંભળીને તમે પણ

લો બોલો! પતિએ સાળી સાથે કર્યા લગ્ન, માતા સસરા સાથે ફરાર

તમે સાંભળ્યું જ હશે કે પ્રેમ ન તો ઉંમર જુએ છે અને ન તો સંબંધ. આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યાં છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સાકરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં કંઈક એવું બન્યું છે, જેની વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં એક મહિલાનો પતિ તેની જ સાળી સાથે ફરાર થઈ ગયો, તો બીજી તરફ તેની માતા પણ તેની ભાભી વેવાઇ સાથે ફરાર થઈ ગઈ.

ફરીદપુર ગામની રહેવાસી પીડિતા સુધા કુમારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે મારા લગ્ન 21 જૂન 2021ના રોજ મુઝફ્ફરપુર જિલ્લાના બોચાહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવાનપુર ગામના રહેવાસી છોટુ કુમાર સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન પછી મારા પતિ છોટુ કુમારે મને ત્રણ વર્ષ સુધી ઘરમાં સારી રીતે રાખી. જાન્યુઆરી 2024થી મારા પતિ છોટુ કુમારે મારી નાની બહેન સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. વાત કરતા કરતા 5 મહિના પછી 3 જૂન 2024ના રોજ મારા પતિ મારી નાની બહેન સાથે દિલ્હી ભાગી ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. મને તેમના લગ્નની માહિતી સોશિયલ મીડિયા પરથી મળી હતી.

માતા પણ સસરા સાથે ફરાર

પીડિત મહિલા સુધા કુમારીએ વધુમાં જણાવ્યું હતું કે મારી નાની બહેન અને મારા પતિના ભાગી જવા માટે મારી માતા ફૂલ કુમારી દેવી જવાબદાર છે. મારી માતાએ બંનેને ધોલી સ્ટેશન પર ઉતાર્યા હતા. બંને ભાગી જતા 2000 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ મારી માતાએ બંનેને શોધવાનું બહાનું બનાવીને કહેવાનું શરૂ કર્યું હતું કે તમે તમારા સાસરિયાના ઘરે રહો, હું બંનેને શોધી લઈશ. મેં સાથે આવવા કહ્યું ત્યારે મારી માતાએ કહ્યું કે તમે જાઓ તો અમે નહીં જઈએ. ત્યાર બાદ મારી માતા ફૂલકુમારી દેવી, મારા સસરા બિરાજી ભગત સાથે તેની નાની પુત્રી અને જમાઈને શોધવાના બહાને ગામમાંથી ભાગી ગયા હતા. તે પછી મારી માતા પણ મારા સસરા સાથે દિલ્હીમાં રહેવા લાગી અને હવે તે મારો ફોન પણ ઉપાડતી નથી.

પીડિતાના પતિએ આ વાત કહી

જ્યારે સુધાના પતિ છોટુ કુમારનું કહેવું છે કે મારી સાસુ ફૂલ કુમારી મને વારંવાર સાળી સાથે લગ્ન કરવાનું કહેતી હતી. આ માટે મારી સાસુએ મને પૈસા અને કારનું વચન પણ આપ્યું હતું. આ લોભને લીધે મેં લગ્ન પણ કરી લીધા. પછી મારી સાસુ ઘરથી દૂર એક મંદિરમાં આવ્યા અને તેમની નાની દીકરીના લગ્ન કરાવ્યા. હવે હું મારી બંને પત્નીઓને સાથે રાખવા માંગુ છું. આ સમગ્ર મામલે પીડિતાએ આપેલી અરજીના આધારે સાકરા પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો