મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: મા તો મા જ કહેવાય! ગલુડિયાને જીવતું કરવા કૂતરાએ કર્યું એવું કે...

સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે જે દર્શાવે છે કે ફક્ત માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ પોતાના બ

VIDEO: મા તો મા જ કહેવાય! ગલુડિયાને જીવતું કરવા કૂતરાએ કર્યું એવું કે...

સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે જે દર્શાવે છે કે ફક્ત માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ પોતાના બાળકો માટે પ્રેમ અને સંભાળની ઊંડી લાગણી ધરાવે છે. વાયરલ ફૂટેજમાં એક માદા કૂતરો તેના બેભાન ગલુડિયાને મોંમાં લઈને પશુચિકિત્સા ક્લિનિક તરફ લઈ જતી જોઈ શકાય છે. આ હૃદયસ્પર્શી ઘટના તુર્કીમાં બની. દરવાજા પર કૂતરાને જોઈને ડૉક્ટર પણ ચોંકી ગયા.

આ પણ વાંચો: VIDEO : આમને કહેવાય સાચો ભક્ત, યુવતીએ હજારો ફૂટ ઉપર લહેરાવ્યો મહાકુંભનો ધ્વજ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક માદા કૂતરો તેના બેભાન ગલુડિયા સાથે બેયલિકડુઝુ આલ્ફા વેટરનરી ક્લિનિક જતી જોઈ શકાય છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, માનવ મદદની રાહ જોવાને બદલે, કૂતરાએ બેભાન ગલુડિયાને તેના મોંમાં પકડી રાખ્યું અને સીધો આરોગ્ય કેન્દ્ર દોડી ગયો જેથી તેના ગલુડિયાને સમયસર સારવાર મળી શકે.

સદનસીબે, આ માતાના પ્રયત્નો વ્યર્થ ન ગયો અને ડોકટરો ગલુડિયાને ફરીથી જીવંત કરવામાં સફળ રહ્યા. ડોક્ટરોના મતે, ગલુડિયું બેભાન હાલતમાં લાવવામાં આવ્યું હતું અને હાયપોથર્મિયાથી પીડાતું હતું. હાલમાં તે ક્લિનિકની દેખરેખ હેઠળ છે.

આ સમાચાર શેર કરો