Strawberry Moon: આકાશમાં જોવા મળશે ગુલાબી નજારો, જાણો શું છે કારણ
આગામી 21 જૂન, શુક્રવારના રોજ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ દિવસ સાબિત થવાનો છે. આ દિવસે પૂર્ણિમા છે. જ્યોતિષ અને ખગોળશાસ

આગામી 21 જૂન, શુક્રવારના રોજ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ દિવસ સાબિત થવાનો છે. આ દિવસે પૂર્ણિમા છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્રના કહેવા પ્રમાણે આ તારીખે દિવસ સૌથી લાંબો હશે. તેમજ આ રાત્રે આકાશમાં ખૂબ જ દુર્લભ નજારો જોવા મળશે.
આ દિવસે સમગ્ર દુનિયામાં રાત્રે આકાશમાં સ્ટ્રોબેરી (Strawberry Moon) મૂનનો દુર્લભ નજારો જોવા મળશે. ચંદ્ર આછા ગુલાબી રંગનો જોવા મળશે અને આ દિવસથી યુરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુ શરૂ થશે. યુરોપીયન ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે. જ્યારે ચંદ્ર આકાશમાં ખૂબ નીચો દેખાય ત્યારે આવું થવાની શક્યતા વધારે હોય છે. ત્યાર બાદ ચંદ્ર જેમ જેમ ઉપર જશે તેમ-તેમ તેનો રંગ ગુલાબી થશે. નાસાએ આ ચમત્કાર થવાની પુષ્ટિ કરી છે.
સ્ટ્રોબેરી મૂન ક્યાં દેખાશે?
અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં શુક્રવારના રોજ લગભગ 8:50 p.m.કલાકે 100% રોશની સાથે જગમગશે. શનિવારની રાત્રે પણ 9:45 વાગ્યા સુધી 100% રોશનીથી ઝળહળી ઉઠશે. આ સમય દરમિયાન બાકીના વિશ્વના લોકો પણ પૂર્ણ ચંદ્ર જોઈ શકશે.
વિજ્ઞાનીઓના મતે ચંદ્રમા રાત્રે લગભગ 9.35 વાગ્યાની આસપાસ ઉદય થશે. સવારે 5.26 કલાકે અસ્ત થશે. 21 જૂનના રોજ સૂર્ય સવારે 5.21 વાગ્યે ઊગશે અને લગભગ 9.03 વાગ્યે આથમશે. એટલે કે, સૂર્ય સમગ્ર દિવસ દરમિયાન 15 કલાક અને 41 મિનિટ સુધી દેખાશે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ચંદ્રમા ધરતીથી ખૂબ નજીક હોય છે, એટલે તે ખૂબ મોટો અને તેજસ્વી- ચમકદાર જોવા મળશે.
કોને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે?
આધ્યાત્મિક પરંપરાઓ મુજબ સ્ટ્રોબેરી મૂન પ્રેમ- પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દુર્લભ ઘટના 19 થી 20 વર્ષમાં માત્ર એક જ વાર બને છે. જૂની માન્યતાઓ પ્રમાણે સ્ટ્રોબેરીની ખેતી જૂન મહિનામાં શરૂ થાય છે. આ મહિનામાં સ્ટ્રોબેરી મૂન દેખાય છે, તેથી જ પૂર્ણિમાની રાત્રે દેખાતા ચંદ્રને સ્ટ્રોબેરી મૂન નામ આપવામાં આવ્યું છે. માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચંદ્ર આછા ગુલાબી રંગનો દેખાશે.








