Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Police gave a memo, but won hearts! they gave an explanation to the Scorpio driver

Viral Video/ પોલીસે આપ્યો મેમો, ત્યારબાદ ગાડી સીઝ કરવાને બદલે સ્કોર્પિયો ચાલકને આપી સમજણ

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજકાલ ગાડીઓમાં કંપની કરતા પણ વધુ પાવરફુલ અને આંખો અંજાઈ જાય તેવી LED લાઈટો લગાવવાનો એક ક્રેઝ ફાટી નીકળ્યો છે. લોકોને લાગે છે કે વધુ રોશનીથી તેમને ફાયદો થશે, પરંતુ આ 'ફેશન' સામેથી આવતા વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસ એક સ્કોર્પિયો ચાલકને પાઠ ભણાવતો જોવા મળે છે.

App Store

શું છે સમગ્ર મામલો?

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં પંજાબના પટિયાલામાં એક સ્કોર્પિયોને પોલીસ અટકાવે છે. આ ગાડીમાં માલિકે કંપનીની લાઈટો સિવાય બહારથી એક્સ્ટ્રા LED ઓક્સિલરી લાઈટ્સ લગાવી હતી. આ લાઈટો એટલી તેજ હોય છે કે સામેથી આવતા નાના વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે અને થોડી સેકન્ડો માટે તેમને રસ્તો દેખાતો બંધ થઈ જાય છે.

પોલીસે આપી કડક સલાહ: "ગાડી સીઝ કરી દેત!"

વીડિયોમાં પોલીસ અધિકારી ખૂબ જ શાંતિથી પણ કડક શબ્દોમાં ચાલકને સમજાવે છે કે, "આવી લાઈટો અકસ્માતનું મુખ્ય કારણ બને છે. ખાસ કરીને નાની ગાડીવાળા જ્યારે તમારી સામે આવે છે ત્યારે તેમને કશું દેખાતું નથી."

પોલીસે ડ્રાઈવરનું ચલણ કાપ્યું અને રસીદ આપતી વખતે હળવા અંદાજમાં કહ્યું કે, "સારું થયું કે તેં ડ્રાઈવિંગ લાયસન્સ આપી દીધું, નહીંતર હું તારી ગાડી સીઝ (જપ્ત) કરવાનો હતો!" પોલીસે સમજાવ્યું કે શોખ માટે બીજાનો જીવ જોખમમાં મૂકવો એ ગુનો છે.

શું કહે છે નિયમ?

ભારતમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ, ગાડી સાથે આવતી કંપનીની લાઈટો સિવાય અન્ય કોઈ પણ હાઈ-વોલ્ટેજ લાઈટ લગાવવી ગેરકાયદેસર છે. સામાન્ય રીતે 70Wથી વધુ ક્ષમતાની લાઈટો લગાવવા પર મોટો દંડ થઈ શકે છે.