મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

બે પતિઓની એક જ પત્ની, ઘરે લઈ જવા પોલીસ સ્ટેશનમાં જ થઈ બબાલ

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 24 વર્ષની યુવતીએ બે મહિનામાં બે વાર લગ્

બે પતિઓની એક જ પત્ની, ઘરે લઈ જવા પોલીસ સ્ટેશનમાં જ થઈ બબાલ

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 24 વર્ષની યુવતીએ બે મહિનામાં બે વાર લગ્ન કર્યા. પ્રથમ પતિએ પત્ની ગુમ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે તેની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે તેણે બીજા લગ્ન કરી લીધા છે. હવે મહિલાના બંને પતિઓ પોલીસ સ્ટેશનમાં બેસીને તેને પોતાની સાથે લઈ જવાની જીદ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ માત્ર 73 રૂપિયામાં લોન્ચ થયો હતો આ IPO, પ્રથમ દિવસે 100% નફો, રોકાણકારોને ચાંદી

જ્યારે પોલીસે પૂછપરછ કરી તો મહિલાએ જણાવ્યું કે તેણે પહેલા યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેના બે મહિના બાદ અન્ય યુવક સાથે પણ કોર્ટ મેરેજ કર્યા હતા. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પતિએ પહેલા પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી. 

પોલીસ તપાસ બાદ મહિલાના બંને પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યા. અહીં બંને વચ્ચે ઘર્ષણ થયું કે પત્નીને કોણ લઈ જશે. આ બબાલ વચ્ચે મહિલાએ કહ્યું કે તે તેના બીજા પતિ સાથે રહેવા માંગે છે. ટૂંક સમયમાં તે તેના પહેલા પતિને છૂટાછેડા આપશે.

પ્રથમ પતિએ પોલીસને જણાવ્યું કે, તેના અને મહિલાના સંબંધો આઠ વર્ષ જૂના છે. બે મહિના પહેલા જ તેઓએ કોર્ટમેરેજ કર્યા હતા. અઠવાડિયા અગાઉ પત્ની તેની માતાની તબિયત ખરાબ હોવાનું કહીને જતી રહી હતી. તે પછી તેનો સંપર્ક ન થતાં પોલીસમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી. આ કેસમાં પોલીસનું કહેવું છે કે જો પ્રથમ પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ કરશે તો મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો