VIDEO: પરિવાર ખતમ અને પોતે ગંભીર બીમાર! અસહ્ય દર્દ છતાં સ્મિત સાથે સંભળાવી આપવીતી
જ્યારે કોઈ યુવાન પોતાની ઉજડી ગયેલી દુનિયાની દાસ્તાન સંભળાવે છે, ત્યારે પથ્થર હૃદય પણ પીગળી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ ઈન્ટરનેટ યુઝર્સની આંખો નમ કરી દીધી છે. આ વીડિયોમાં યુવકે જે દર્દ વ્યક્ત કર્યું છે, તે કોઈ પણ માણસને અંદરથી હચમચાવી મુકવા માટે પૂરતું છે.
એક પછી એક આખો પરિવાર દુનિયા છોડી ગયો
વાયરલ વીડિયોની શરૂઆતમાં એક યુવક મેદાનમાં ઊભેલો જોવા મળે છે. અત્યંત ભાવુક અંદાજમાં તે જણાવે છે કે ભગવાને તેની પાસેથી તેનું સસ્વ છીનવી લીધું છે. વીડિયોમાં તે મોં પર સ્મિત પણ દર્દભર્યા અવાજમાં કહે છે કે સૌથી પહેલા તેની બહેનનું મૃત્યુ થયું, ત્યારબાદ પિતા ચાલી ગયા અને પછી તેની માતા પણ આ દુનિયા છોડીને કાયમ માટે જતી રહી. એક જ ઘરમાં એક પછી એક ત્રણ-ત્રણ મોતે આ યુવકને અંદરથી સાવ તોડી નાખ્યો છે.
બ્રેઈન ટ્યુમર, વાઈના દોરા અને અસહ્ય એકલતા
પરિવાર ગુમાવવાનું દુઃખ હજુ ઓછું નહોતું થયું ત્યાં તો તેની જિંદગીમાં મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. વીડિયોમાં તે પોતાની દવાઓની બોટલો (Eptoin 50 અને Valparin 200) બતાવતા કહે છે કે તેને બ્રેઈન ટ્યુમર છે અને તે વાઈ (Epilepsy) ની બીમારી સામે ઝૂમી રહ્યો છે.
તે કટાક્ષમાં કહે છે કે ભગવાને તેને એક ખાસ ગિફ્ટ આપી છે, તેને અત્યાર સુધી વાઈના ત્રણ દોરા આવી ચૂક્યા છે. તેણે જણાવ્યું કે તે સારવાર માટે વેલ્લોર પણ ગયો હતો, પરંતુ માતાના અવસાન પછી હવે તેનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી.
‘પોતે જ ડોક્ટર પાસે જાઉં, પોતે જ માથું દબાવું...’
વીડિયોની સૌથી વધુ ભાવુક ક્ષણ એ હતી જ્યારે તેણે પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું, "વિચારો ને, હું એકલો માણસ છું. જાતે જ ડોક્ટરને બતાવું, જાતે ઓપરેશન કરાવું, જાતે જ માથું દબાવું કે તેલ લગાવું... એકલો આ બધું કેવી રીતે કરીશ? દર્દીની સાથે તો સામાન્ય રીતે કોઈ ને કોઈ હોય છે ને, પણ હું તો સાવ એકલો છું."

