VIDEO: “મોદીના કારણે મારા લગ્ન ના થયા” પાકિસ્તાની મૌલવીનો વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની ધર્મગુરુ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની ધર્મગુરુ ભારતીય યુવતી સાથેના લગ્ન તોડવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં પાકિસ્તાની ધર્મગુરુ કહી રહ્યો છે કે, “મારા લગ્ન ભારતમાં થતા થતા રહી ગયા, દિલ કે અરમાં આંસુઓંમેં બહે ગયે..ઉનકે બચ્ચે હમકો મામુ કહે ગયે. મારો સબંધ નક્કી થવાનો હતો પણ મોદીની સરકાર આવી ગઈ એટલે ના અહીંયા વિઝા મળી શક્યા કે ના ત્યાં… પછી મેં નક્કી કર્યું કે આટલી લાંબી રાહ અમે જોઈ ના શકીએ. આ જૂની વાત છે જયારે મોદી સરકાર નવી નવી આવી હતી. મારો સંબંધ નક્કી થવાનો હતો એ માટે આગળની ચૂંટણીમાં વિચારીશું, પણ ફરી ચૂંટણીમાં મોદી સાહેબ આવી ગયા. મોદી જવાબદાર છે એક જગ્યાએ મારો સંબંધ તોડાવવા માટે… પછી અમે પણ વિચાર્યું કે હવે 10 વર્ષ કોણ રાહ જોવે…ફરી પછી સરકાર આવી જાય તો અમે તો અહીંયા બેઠા બેઠા… એટલે અમે આવા લગ્ન કરતા જ નથી. દિલ કે અરમાં આંસુઓંમેં બહે ગયે..ઉનકે બચ્ચે હમકો મામુ કહે ગયે…”
https://publish.twitter.com/?url=https://twitter.com/MeghUpdates/status/1784584503564058717






