'મારી દિકરી આટલી સુંદર ના હોઈ શકે', DNA ટેસ્ટ કરાવતા માતાપિતા બંને સ્તબ્ધ
My daughter can't be this beautiful', DNA test's both parents are stunned | કહેવાય છે કે શંકા બહુ ખરાબ વસ્તુ છે. એક વખત શંકા ઉદભવે તો વ્યક્તિનું જીવન બગડી જા

કહેવાય છે કે શંકા બહુ ખરાબ વસ્તુ છે. એક વખત શંકા ઉદભવે તો વ્યક્તિનું જીવન બગડી જાય છે. એટલે જ ઘણા લોકો તેને અવગણે છે તો કોઈ તેના મૂળ સુધી જવાનો પ્રયાસ કરતા હોય છે. જેના કારણે એવું બને કે વર્તમાન સંબંધ અચાનક બગડી જાય છે. આવી જ એક ઘટના બની છે જેમાં એક પિતાને પોતાની પુત્રીની સુંદરતા જોઈને તેના પર શંકા થઈ. તેણે ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને જે સત્ય બહાર આવ્યું તે જોઈને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ.
આ પણ વાંચોઃ આ દેશમાં બનાવવામાં આવશે સેક્સ મંત્રાલય, કોન્ડોમ- ગર્ભનિરોધકના વેચાણ પર પ્રતિબંધ
વિયેતનામમાં એક પિતાએ તેની પુત્રી વિશે વર્ષોથી તેના મનમાં શંકા રહેતી હતી. કારણ કે તેની પુત્રી લાન્સ અને પત્ની હોંગમાં કોઈ શારીરિક સામ્યતા દેખાતી નહોતી. આ શંકા દૂર કરવા તેની પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું અને પરિણામ એવું આવ્યું કે માતા-પિતા બંને સ્તબ્ધ થઈ ગયા.
લાન્સ તેમની બાયોલોજિકલ પુત્રી નથી
હોંગ અને તેના પતિને એ જાણીને આઘાત લાગ્યો કે, લાન્સ તેમની બાયોલોજિકલ પુત્રી નથી. આ સમાચારથી પરિવારમાં ખળભળાટ મચી ગયો અને પિતાએ તેની પત્ની પર લગ્નેતર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. એ પછી પરિવારજનોમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. પિતાનો ગુસ્સો એટલો વધી ગયો કે તે દારૂની લતે ચઢી ગયો. પરિવારથી માનસિક રીતે દૂર થઈ ગયો. આ પછી, હોંગ અને લેન્સે ઘર છોડી દીધું અને હનોઈમાં આશરો લીધી કારણ કે તે આ વિવાદથી બચી શકે.
પેલી છોકરીની માતાએ લાન્સને જોઈ તો તે પણ સ્તબ્ધ થઈ ગઈ
આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે લાન્સની નવી શાળામાં એક છોકરી સાથે મિત્રતા થઈ. આ છોકરી પણ લાન્સની જન્મ તારીખે જ જન્મી હતી સાથે જ્યાં લાન્સનો જન્મ થયો તે જગ્યા પણ એક જ હતી. તેમની મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે છોકરીની માતાએ તેમનો જન્મદિવસ એકસાથે ઉજવવાનું પ્લાનિંગ કર્યું. પરંતુ જ્યારે પેલી છોકરીની માતાએ લાન્સને જોઈ તો તે પણ સ્તબ્ધ થઈ ગઈ કારણ કે તે તેના બાળપણના દિવસોમાં લાન્સ જેવી જ દેખાતી હતી.
પરિણામ આઘાતજનક હતું
આ સમાનતા એટલી ચોંકાવનારી હતી કે બંને પરિવારોએ ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. પરિણામ આઘાતજનક હતું. લાન્સ અને તેની મિત્ર બંને જન્મ સમયે જ બદલાઈ ગઈ હતી. અર્થાત બંને છોકરીઓ એકબીજાના વાસ્તવિક માતાપિતાથી અદલાબદલી થઈ ગયેલી હતી. બંને પરિવાર માટે આ સમાચાર સંપૂર્ણપણે અવિશ્વસનીય હતો. હવે તેઓ આ સત્યને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે એ પણ નક્કી કરે છે કે તેઓ તેમની દીકરીઓને ક્યારે અને કેવી રીતે સત્ય કહેશે. આ સિવાય જ્યાં આ ભૂલ થઈ છે તે હોસ્પિટલ સામે તેઓ કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ વિચારી રહ્યા છે. આ ઘટના અત્યાર સુધીની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી ટ્વિસ્ટ તરીકે બહાર આવી છે.








