'કિસ કરવાથી થઈ શકે છે મારું મોત....' મહિલાએ ગંભીર બીમારીમાં રોમાંસ માટે છોકરાઓ સામે રાખી આ શરત
ચુંબન સામાન્ય રીતે કોઈના પ્રેમને વ્યક્ત કરવાનો એક માર્ગ માનવામાં આવે

ચુંબન સામાન્ય રીતે કોઈના પ્રેમને વ્યક્ત કરવાનો એક માર્ગ માનવામાં આવે છે. જો કે, પ્રેમની આ અભિવ્યક્તિ બોસ્ટન સ્થિત TikTok યુઝર્સનો જીવ પણ લઈ શકે છે. કોઈ વ્યક્તિ કીસ કરીને પણ મરી શકે છે. હા, આવો ડર બોસ્ટનની છોકરીને છે કે જો તે કોઈને કિસ કરશે તો તેનું મૃત્યુ થઈ શકે છે. આ પાછળ તેણે આપેલું કારણ પણ ચોંકાવનારું છે.
મહિલાએ દાવા સાથે ખુલાસો કર્યો છે કે, કોઈને કિસ કરવાથી તેનું મૃત્યુ થઈ શકે છે. ખરેખર, એક છોકરી ગંભીર એલર્જીથી પીડિત છે. તેણે સોશિયલ મીડિયા પર આ અંગેનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. યુવતીના જણાવ્યા મુજબ, MCAS એ રોગપ્રતિકારક શક્તિ સંબંધિત ખોરાકની એલર્જી છે. જેના કારણે યુવતીના શરીરમાં કોષોમાં કેટલીક બાબતોને કારણે એલર્જીની ગંભીર સમસ્યા સર્જાય છે. આ એલર્જીને પગલે સોજો, શ્વાસ લેવામાં તકલીફ, શિળસ, ઝાડા, ઉલટી અને અન્ય ગંભીર સમસ્યાઓ થવા લાગે છે.
બોસ્ટનની આ છોકરીએ વીડિયોમાં ખૂબ જ રમુજી લહેકામાં સ્વરમાં તેની દુર્લભ બીમારી અને સમસ્યા વિશે જણાવ્યું. તેણે કહ્યું કે જે છોકરાઓ મને કિસ કરવા માંગતા હતા તેમની માટે કેટલીક શરતો હતી. આ પૂર્ણ કર્યા પછી જ કોઈ મને કિસ કરી શકે છે.
સંભવિત જોખમથી પોતાને બચાવવા માટે કેરોલિન ક્રે ક્વિને તેના પાર્ટનર માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. છોકરીએ કહ્યું કે મારી પહેલી શરત છે કે જે વ્યક્તિ મને કિસ કરવી હોય તેણે 24 કલાક સુધી મગફળી, સીંગદાણા, તલ, કીવી, સરસવ કે સી ફૂડ ન ખાધેલું હોવું જોઈએ. કારણ કે મને આ છ વસ્તુઓથી એલર્જી છે. બીજી શરત એ છે કે તેઓ મને કિસ કરવાના ત્રણ કલાક પહેલા કંઈપણ ખાઈ શકતા નથી. ત્રીજી શરત એ છે કે કિસ કરતા પહેલા તેમણે દાંત સાફ કરવા પડશે.
યુવતીએ એમ પણ કહ્યું કે તે એકલી નથી તેનો બોયફ્રેન્ડ પણ છે. તેની સાથે રોમાંસ કરતી વખતે માત્ર નાની એલર્જીક પ્રતિક્રિયાઓ સહન કરી લે છે. એનાથી મારા મોં, હોઠ અને જીભમાં ખંજવાળ આવે છે. ચહેરો થોડો લાલ થઈ જવો અને ચક્કર આવવા જેવું પણ થાય છે. તે પછી હું મારા દાંત સાફ કરવા ઉપરાંત બેનાડ્રિલ જેવી ઈમરજન્સી દવાનો ડોઝ લઉં છું.








