મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

શુક્રવારે વર્ષનો સૌથી લાંબો દિવસ, ગુજરાતના આ શહેરોમાં આશરે સાડા તેર કલાકનો રહેશે દિવસ

આમ તો વર્ષમાં 365 દિવસ હોય છે અને દરેક દિવસમાં 24 કલાક હોય છે. પરંતુ વર્ષમાં ચાર દિવસ એવ

શુક્રવારે વર્ષનો સૌથી લાંબો દિવસ, ગુજરાતના આ શહેરોમાં આશરે સાડા તેર કલાકનો રહેશે દિવસ

આમ તો વર્ષમાં 365 દિવસ હોય છે અને દરેક દિવસમાં 24 કલાક હોય છે. પરંતુ વર્ષમાં ચાર દિવસ એવા હોય છે જેની પોતાની વિશેષતા છે. આ ચાર દિવસ છે 21 માર્ચ, 21 જૂન, 23 સપ્ટેમ્બર અને 22 ડિસેમ્બર. 21 જૂને દિવસ સૌથી લાંબો અને રાત સૌથી ટૂંકી હોય છે. આ પૃથ્વી પરનો સૌથી લાંબો દિવસ છે. એટલે કે 21 જૂન એ પૃથ્વી પરનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત છે. આ દિવસે, ઉત્તરી ગોળાર્ધના તમામ દેશોમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. ખાસ વાત એ છે કે, આ દિવસે બપોરે એક એવો ક્ષણ આવે છે જ્યારે પડછાયો પણ સાથ છોડી દે છે.

શુક્રવાર તારીખ 21 જૂન જેઠસુદ-14ના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે અને આ દિવસ સાથે જ ભારતીય સંસ્કૃતિ મુજબ અનેક શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તે દક્ષિણાયણ શરૂ થશે. અર્થાત્ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ દિવસથી સૂર્ય ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વળશે જે કારણે તેને દક્ષિણાયણ કહે છે. આ સાથે તા. 23થી જેઠ માસનો કૃષ્ણપક્ષ (વદ) શરૂ થશે અને તેના પર જ્યોતિષીઓનું વિશેષ ધ્યાન હોય છે કારણ કે આ પખવાડિયુ આ વખતે વર્ષો બાદ 13 દિવસનું છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ તા. 21 જૂનના દિવસ 13.50 કલાકનો રહેશે અને રાત્રિ 10.50 કલાકની એટલે કે સૌથી ટૂંકી રાત્રિ રહેશે. જોકે, પૃથ્વી ગોળાકાર છે અને સૂર્યના કિરણો દરેક સ્થળે એક સાથે પડતા નથી તેથી ગુજરાતના શહેરોમાં એકાદ મિનિટનો ફરક રહેશે. ત્યારબાદ તા. 22 જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો થતો જશે.

ભારતમાં ઉત્તરાયણ એ પ્રકાશનો, ઉર્જાનો સમયગાળો ગણાય છે અને તે કારણે સૂર્ય તા. 22 ડિસેમ્બરે ઉત્તર તરફ ઢળવા લાગે તે સમય બાદ તા. 14 જાન્યુઆરીને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે દક્ષિણાયણ એ સાધના માટે, શરીર અને મનની શુદ્ધિ માટેનો ઉત્તમ સમય ગણાય છે. શાસ્ત્રોમાં બન્નેનું અનેરું મહત્ત્વ હોય છે. દક્ષિણાયણમાં જ ચાતુર્માસ આવે છે. તેમજ આગામી તા. 17 જુલાઈએ દેવશયની એકાદશી આવશે અને દેવદિવાળીએ દેવઉઠી એકાદશી હોય છે જે દેવોનો વિશ્રામનો સમય ગણાય છે. તા. 23 જૂને જેઠવદ-બીજથી કૃષ્ણપક્ષનું પખવાડિયુ શરૂ થશે. આ પખવાડિયામાં એકમ તથા અગિયારસનો ક્ષય છે તેથી તે 13 દિવસનું છે. જેના કારણે એવી માન્યતા પણ છે કે, આ પખવાડિયામાં ભારતમાં 1962માં ચીન સાથે અને 1999માં કારગિલમાં યુદ્ધ થયું હતું અને આવા પખવાડિયામાં યુદ્ધ, આપત્તિની સંભાવના વધે છે. 

આ સમાચાર શેર કરો