મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

પતિનું બેસણું યોજવાને બદલે આ મહિલાએ કરી વૈભવી પાર્ટી, 500 લોકોને આમંત્રિત કરી આપી ગિફ્ટ

સામાની રીતે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આ દુઃખને સ્વીકારવામાં વ્યક્તિને ઘણા મ

પતિનું બેસણું યોજવાને બદલે આ મહિલાએ કરી વૈભવી પાર્ટી, 500 લોકોને આમંત્રિત કરી આપી ગિફ્ટ

સામાની રીતે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આ દુઃખને સ્વીકારવામાં વ્યક્તિને ઘણા મહિનાઓ કે પછી ક્યારેક વર્ષો વીતી જાય છે. કોઈ પ્રિય વ્યક્તિનું  આ દુનિયા છોડીને જવાનું દુઃખ એટલું મુશ્કેલ છે કે કોઈ તેને સરળતાથી સ્વીકારી શકતું નથી. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ ખૂબ જ ગાઢ બની ગયો હોય, તો તે વધુ પીડાદાયક બની જાય છે. ખાસ કરીને જ્યારે કોઈના જીવનસાથીનું મૃત્યુ થાય છે, તો તે વ્યક્તિની જાણે કે આખી દુનિયા નાશ પામે છે, પરંતુ એક મહિલાએ તેના પતિના મૃત્યુ પછી જે કર્યું તે ઘણા લોકો માટે સમજની બહાર હતું.

પતિનું સ્ટ્રોકથી અવસાન થયું હતું

કેટી યંગના 39 વર્ષીય પતિ બ્રાન્ડોનનું 17 મેના રોજ સ્ટ્રોકથી અવસાન થયું હતું.  કેટીએ પતિના મૃત્યુ બાદ સામાન્ય અંતિમવિધિને બદલે અંતિમ સંસ્કારની પાર્ટી યોજી હતી. 40 વર્ષીય યંગે કહ્યું: 'હું નહોતી ઇચ્છતી કે મારા 8, 10 અને 12 વર્ષના ત્રણ બાળકો તેમના પિતાના અંતિમ સંસ્કારથી આઘાત પામે. તેના બદલે, હું ઇચ્છતી હતી કે, તેઓ તે ઘટના જુએ અને તેમના પિતાને યાદ કરે. જ્યારે પણ મેં બ્રાન્ડોન માટે પરંપરાગત અંતિમ સંસ્કારનું આયોજન કરવાનું વિચાર્યું, ત્યારે હું બીમાર થઈ ગઈ હતી.  હું ચર્ચમાં બેસીને ભાષણો સાંભળી અને રડવાની કલ્પના પણ કરી શકતી નથી. તે મારા બાળકો માટે ત્રાસદાયક ઘટના હોત. અને મારા માટે પણ અસહ્ય.  હું મારા પતિને આ રીતે દુખી થઈને યાદ કરવા નથી માંગતી. 

તેણીએ કહ્યું, 'બ્રાન્ડોન પાસે એક વિશાળ સંગીત રેકોર્ડ સંગ્રહ હતો જે તેને લોકો સાથે શેર કરવાનું પસંદ હતું, અને તેથી અમે લોકોને તેનો સંગ્રહ બતાવ્યો જેથી તેઓ તેમની સાથે તેની યાદો ઘરે લઈ જઈ શકે.' યંગ એ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે, તેના પતિની વિદાય એક ગ્રાન્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે જ્યાં લોકોના મોઢા પર ઉદાસી કરતાં ખુશી વધુ જોવા મળે.  આ તેની પ્રિય જગ્યા હતી... અમારું ઘર... પાર્ટીમાં એવું લાગ્યું કે તે ત્યાં હાજર છે.

આ સમાચાર શેર કરો