Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : In the twinkling of an eye, the whole mountain collapsed

VIDEO: નેપાળમાં ભયાનક તારાજી: આંખના પલકારામાં આખો પહાડ ધસી પડ્યો, અનેક ઘરો કાટમાળમાં ફેરવાયા!

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કુદરતના કોપ સામે માનવી લાચાર બન્યો હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે. નેપાળમાં મુસળધાર વરસાદ બાદ સર્જાયેલી ભયાનક હોનારતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મનાંગ જિલ્લાના ચામે ગામમાં જોતજોતામાં આખો પહાડ ધસી પડતાં અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા, જેને જોઈને લોકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે.

App Store

ચામે ગામમાં ધસી પડ્યો પહાડ, લોકોમાં દહેશત

.નેપાળના મનાંગ જિલ્લાના મુખ્ય મથક ચામેમાં 27 સપ્ટેમ્બરે સતત થયેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો કંઈ સમજે તે પહેલાં જ જમીન ધસવા લાગી અને ચીસાચીસ મચી ગઈ.

મારસ્યાંગડી નદીમાં પૂરનું જોખમ અને વહીવટીતંત્રની ચેતવણી

નેપાળ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ભીષણ ભૂસ્ખલનને કારણે મારસ્યાંગડી નદીમાં કાદવ અને કાટમાળનું પૂર આવી ગયું છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં ભયાનક પૂરનું જોખમ મંડરાઈ રહ્યું છે. જોકે, જિલ્લા વહીવટી કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે નદી સંપૂર્ણપણે બંધ નથી થઈ, પરંતુ પાણીની સાથે ભારે માત્રામાં કાદવ આવવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે.

સહાયક મુખ્ય જિલ્લા અધિકારી કૃષ્ણ પ્રસાદ પૌડેલે નદીના આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સંપૂર્ણપણે સચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની સખત અપીલ કરી છે. વહીવટીતંત્ર સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે તે નદીની નજીક બિલકુલ ન જાય.

નેપાળમાં કુદરતી આપત્તિઓનો સિલસિલો અને ઘેરાતું સંકટ

આ ભયાનક ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે નેપાળ પહેલાથી જ થોડા સમય અગાઉ આવેલી ભયંકર આપત્તિના ઘામાંથી ઉગરી રહ્યું છે. ગત 26 ઓગસ્ટે નેપાળના હિમાલયન વિસ્તારમાં ગ્લેશિયરનો એક મોટો હિસ્સો ધસી પડવાથી અને ખડકો ખસવાથી ભીષણ પૂર તેમજ ભૂસ્ખલન આવ્યું હતું. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં અચાનક આવેલી જળપ્રલયે ભારે તબાહી મચાવી હતી.

નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)ના આંકડા અનુસાર, તે વિનાશક તારાજીમાં 1,453 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે અને 5,200થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ દર્દનાક આંકડાએ નેપાળની સુરક્ષા અને જળવાયુ સંકટ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સોશિયલ મીડિયા પર ઉમટી સંવેદનાઓ

આ ડરાવનો વીડિયો જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ભાવુક થઈ ગયા છે અને નેપાળના લોકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હું એ લોકોની હિંમતને સલામ કરું છું જેઓ આવા દર્દનાક વિસ્તારોમાં રહે છે." તો બીજા એક યુઝરે બાળકો અને સ્થાનિક લોકોને તુરંત સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે વિનંતી કરી છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News