VIDEO: નેપાળમાં પુર બાદ નવી મુશ્કેલી ઉભી થઇ પુર બાદ નેપાળમાં રાંઘણ ગેસની તંગી ઉભી થઇ
નેપાળમાં પુર બાદ નવી મુશ્કેલી ઉભી થઇ
પુર બાદ નેપાળમાં રાંઘણ ગેસની તંગી ઉભી થઇ
રાંઘણ ગેસ મેળવવા માટે રસ્તા પર લોકોની લાંબી લાઇન
નેપાળમાં ભયાનક પૂર અને ભારે વરસાદની સ્થિતિ બાદ સામાન્ય લોકો સામે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. દેશના અનેક વિસ્તારોમાં રાંધણ ગેસની અછત સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રાજધાની કાઠમંડુમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ગેસ મળવાની કોઈ ખાતરી નથી. પૂર અને વરસાદને કારણે ગેસ સપ્લાય વ્યવસ્થાને અસર પહોંચતા રાંઘણ ગેસની અછત સર્જાય છે. ગેસની અછતના કારણે ઘરોમાં રસોઈ બનાવવી મુશ્કેલ બની છે. લોકો ચુલાના વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી રહ્યા છે. રાંઘણ ગેસની અછત સામે કાઠમંડુમાં વિદ્યાર્થીઓ દ્રારા રાંધણ ગેસની અછત સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રસ્તા પર ચુલો બનાવી લાકડાથી રસોઇ બનાવવાનું શરુ કર્યું હતું. વિદ્યાર્થીઓના વિરોધનો મુખ્ય હેતુ રાંધણ ગેસની અછત અને તેના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ તરફ સરકાર અને વહીવટી તંત્રનું ધ્યાન દોરવાનો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે રાંધણ ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુ માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડે તે ચિંતાજનક સ્થિતિ છે. પૂર બાદ પહેલેથી જ અનેક લોકો મુશ્કેલીમાં છે ત્યારે હવે રસોઈ માટે જરૂરી ગેસની અછત સામાન્ય પરિવારોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. સ્થાનિક લોકો કહે છે કે પુર બાદ ગેસની સ્થિતિ ગંભીર બની છે. શહેરમાં ચુલા પર ભોજન બનાવવું મુશ્કેલ છે. ગેસની તકલીફના કારણે બહારથી ભોજન લાવવું પડે છે. જો આવી જ સ્થિતિ રહી તો વધારે મુશ્કેલી પડશે. સરકાર જલ્દીથી ગેસની સમસ્યાનો અંત લાવે.
---- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

