VIDEO: કુદરતનું ભયાનક સ્વરૂપ! કારો પૂરમાં વહી ગઈ, લોકો જીવ બચાવવા ગાડી પર ચડી ગયા
ભારતમાં ચોમાસાની સિઝન આવી ગઈ છે અને તમે સમાચારોમાં કે સોશિયલ મીડિયા પર પૂરના વીડિયો જોતા જ હશો. પરંતુ પ

ભારતમાં ચોમાસાની સિઝન આવી ગઈ છે અને તમે સમાચારોમાં કે સોશિયલ મીડિયા પર પૂરના વીડિયો જોતા જ હશો. પરંતુ પૂરની સ્થિતિ માત્ર ભારતમાં જ નથી. વિદેશોમાં પણ શહેરો પૂરના કારણે ડૂબી જાય છે. આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વિદેશનો છે. આ વીડિયોમાં રસ્તાઓ પર પૂરનું પાણી વહી રહ્યું છે, જેના કારણે કાર રમકડાંની જેમ તરતી જોવા મળી રહી છે અને લોકો પોતાનો જીવ બચાવવા કારની ઉપર ચડી રહ્યા છે. શું તમે ક્યારેય પૂરનું આવું ભયાનક સ્વરૂપ જોયું છે? જો કે, આ એક વાયરલ વીડિયો વાયરલ જેનું gstv ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @cientistasunidos_sobrevivenia પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જે ચોંકાવનારો છે. કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો ગયા વર્ષે સ્પેનમાં આવેલા પૂરનો છે.
જુઓ વીડિયો
પૂરનું દ્રશ્ય ભયાનક છે
આ દ્રશ્ય તમે આ વીડિયોમાં જોઈ શકો છો. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે વાહનો રમકડાંની જેમ વહી રહ્યાં છે. કાર એટલી ભારે હોય છે કે એકસાથે 3-4 લોકો પણ તેને ઉપાડી શકતા નથી. ધક્કો મારવા માટે ઓછામાં ઓછા બે લોકોની જરૂરી હોય છે. તો કલ્પના કરો કે પાણીનો પ્રવાહ કેટલો શક્તિશાળી હશે કે તેમાં આટલા બધા વાહનો વહેતા જોવા મળે છે. લોકો તેમના વાહનોમાંથી બહાર નીકળીને તેની છત પર ચઢતા જોવા મળે છે જેથી તેઓ પોતાનો જીવ બચાવી શકે.






