મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં બતાવવામાં આવેલી મેડિકલ કંડીશન પ્રમાણે જોડિયા બાળકોના બે અલગ-અલગ પિતા હોઈ શકે? 

ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું ટ્રેલર હાલ ચર્ચામાં છે. એક માતાની કુખે જન્મેલા બે જોડિયા બાળકોના

ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં બતાવવામાં આવેલી મેડિકલ કંડીશન પ્રમાણે જોડિયા બાળકોના બે અલગ-અલગ પિતા હોઈ શકે? 

ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું ટ્રેલર હાલ ચર્ચામાં છે. એક માતાની કુખે જન્મેલા બે જોડિયા બાળકોના પિતા અલગ હોઈ શકે? શું આ શક્ય છે. શું એક જ સાથે જન્મેલા બાળકના બે પિતા હોઈ શકે?  વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું ટ્રેલર જોઈને દરેક વિચારમાં પડી ગયું છે. 

ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક છોકરી ગર્ભવતી છે પરંતુ તેને ખબર નથી કે તેના ગર્ભમાં રહેલા બાળકનો પિતા કોણ છે. તે બે લોકો વિશે મૂંઝવણમાં છે. હવે બાળકનો પિતા કોણ છે તે જવા માટે તે પેટરનીટી ટેસ્ટનો સહારો લે છે. જ્યાંથી ટ્વિસ્ટ પછી ટ્વિસ્ટ શરૂ થાય છે, કારણ કે પેટરનીટી પરીક્ષણમાં પણ ટાઈ થાય છે. અને બંને પિતા હોવાનું જાણવા મળે છે. આ તો ફિલ્મના ટ્રેલરની વાત થઈ રહી છે પરંતુ શું વાસ્તવિક જીવનમાં આવું થઈ શકે છે, જો હા તો જાણો કેવી રીતે...

બે પિતાનું સંતાન

'બેડ ન્યૂઝ'ના ટ્રેલરમાં તૃપ્તિ ડિમરીના પાત્રને જોડિયા બાળકો છે. આ ફિલ્મમાં ડોક્ટર બાવેજાનું પાત્ર ભજવનાર વ્યક્તિનું કહેવું છે કે આ Heteropaternal Superfecundationનો કેસ છે. જો આવું થાય, તો તે એક માતા અને બે પિતાનો કેસ હોઈ શકે છે.

Heteropaternal Superfecundation શું છે

Heteropaternal એટલે જુદા જુદા પિતા અને Superfecundation એટલે એક જ માસિક ચક્ર દરમિયાન જુદા જુદા જાતીય સમાગમથી બે ઇંડાનું ગર્ભાધાન. ફિલ્મના ટ્રેલરમાં, ડૉ. બાવેજા એ પણ સમજાવે છે કે 'એક જ ચક્રમાં બે અલગ-અલગ ઇંડા ફલિત થયા છે, જેના કારણે તમે બંને પિતા છો.'

આ ક્યારે અને કેવી રીતે થાય છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જ્યારે અંડાશયમાંથી ઇંડા બહાર આવે છે અને શુક્રાણુને મળે છે, ત્યારે એક જ ગર્ભાવસ્થા થાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, ફળદ્રુપ ઇંડાને બે ભાગમાં વહેંચવામાં આવે છે, જેના કારણે બે બાળકો એટલે કે જોડિયા બાળકનો વિકાસ શરૂ થાય છે.

એવું પણ થઈ શકે છે કે ઓવ્યુલેશન સમયે બે ઈંડા બહાર આવે છે, જેને હાઈપરઓવ્યુલેશન કહેવાય છે. તેનો અર્થ એ છે કે એક જ મહિનામાં અંડાશયમાંથી બે કે તેથી વધુ ઇંડા છોડવા. જ્યારે સામાન્ય રીતે મહિનામાં માત્ર એક જ ઈંડું નીકળે છે. જ્યારે બે જુદા જુદા શુક્રાણુઓ દ્વારા એક જ મહિનામાં ફલિત થાય ત્યારે બે બાળકોનો જન્મ થાય છે.

Heteropaternal Superfecundation કેટલું સામાન્ય છે?

ડૉક્ટરોનું કહેવું છે કે મનુષ્ય માટે આ ખૂબ જ દુર્લભ ઘટના છે, પરંતુ તે અશક્ય પણ નથી. આમાં, બે શુક્રાણુઓ દ્વારા બે ઇંડા ફલિત કરવામાં આવે છે.  પરંતુ બે શુક્રાણુઓ જુદા જુદા પાર્ટનરના હોય છે.  જેના કારણે તે શક્ય છે. પરંતુ આવું ભાગ્યેજ શક્ય બને છે.

1.ચીનમાં આવો કેસ સામે આવ્યો હતો 

ચીનમાં થોડા વર્ષો( આશરે વર્ષ 2020માં ) પહેલા આવો જ એક કેસ સામે આવ્યો હતો. જેમાં જન્મેલા જોડિયા બાળકોના ડીએનએ પરીક્ષણમાં જાણવા મળ્યું કે બંનેના પિતા અલગ-અલગ હતા.  જન્મ નોંધણી કરાવવા આવેલા પિતાને આ અંગેની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. 

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની પત્નીનું પણ અન્ય પુરુષ સાથે અફેર હતું. જેના કારણે બંને બાળકોના ડીએનએ અલગ-અલગ હોવાનું જાણવા મળ્યું હતું. બાળકોનો ડીએનએ ટેસ્ટ કરનાર ડોક્ટરે કહ્યું કે આવા કેસ કરોડોમાં એક જોવા મળે છે. આ ઘટનાને Heteropaternal Superfecundation તરીકે ઓળખવામાં આવે છે.

2. પોર્ટુગલમાં પણ આવી ઘટના સામે આવી હતી 

પોર્ટુગલમાં પણ એક જ માતાના ગર્ભમાંથી બે જોડિયા બાળકોના પિતાના ડીએનએ અલગ મળી આવવાની ઘટના બની હતી.  પોર્ટુગલમાં મળેલા આ કેસમાં મહિલાએ કબૂલ્યું હતું કે તેણે એક જ સમયે બે અલગ-અલગ પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોર્ટુગલમાં પ્રકાશમાં આવેલા આ કેસમાં મહિલા અને તેના પતિની ઓળખ જાહેર કરવામાં આવી ના હતી. આ ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું કે, બાળકોના જન્મ બાદ ડોક્ટરોની પેનલે છોકરીને બોલાવીને પૂછપરછ કરી તો યુવતીએ જણાવ્યું કે 8 મહિના પહેલા તે બીજા છોકરા સાથે રિલેશનશિપમાં હતી. જે બાદ બીજા છોકરાની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને ડીએનએ ટેસ્ટ બાદ મામલો સામે આવ્યો હતો.

આ સમાચાર શેર કરો