મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

Video / ચાલતી કારમાંથી મોબાઈલ બહાર કાઢી સેલ્ફી લઈ રહી હતી યુવતી, પછી થયું એવું કે ફોનને કહેવું પડ્યું ‘બાય-બાય’

પ્રવાસ પર જતી વખતે કેટલીક એવી ઘટનાઓ તમારી સાથે અવારનવાર બનતી હશે, જેના કારણે તમે પરેશાન થઈ જાવ છ

Video / ચાલતી કારમાંથી મોબાઈલ બહાર કાઢી સેલ્ફી લઈ રહી હતી યુવતી, પછી થયું એવું કે ફોનને કહેવું પડ્યું ‘બાય-બાય’

પ્રવાસ પર જતી વખતે કેટલીક એવી ઘટનાઓ તમારી સાથે અવારનવાર બનતી હશે, જેના કારણે તમે પરેશાન થઈ જાવ છો અને ક્યારેક એવી ઘટના પણ બને છે કે તમને મજા પણ આવે છે. કારમાં મુસાફરી કરતી વખતે સેલ્ફી લેવાનું કોને પસંદ નથી, આ પણ સફરનો આનંદ માણવાનો એક માર્ગ છે. પણ ચાલતી કારમાંથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે તમારો ફોન તમારા હાથમાંથી સરકીને પડી જાય તો શું થશે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી ચાલતી કારની બારીમાંથી પોતાનો ફોન બહાર કાઢીને સેલ્ફી લઈ રહી છે. પરંતુ પવનના જોરદાર ઝાપટાને કારણે આ યુવતીનો ફોન તેના હાથમાંથી સરકી ગયો અને નીચે પડી ગયો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક યુવતી ચાલતી કારમાંથી પોતાનો ફોન કાઢીને સેલ્ફી લઈ રહી છે. જેવી તે સેલ્ફી લેવાનું શરૂ કરે છે કે તરત જ તેનો ફોન તેના હાથમાંથી સરકી જાય છે અને કારમાંથી નીચે પડી જાય છે અને તે ખૂબ જ પરેશાન થઈ જાય છે. જોકે, વીડિયો જોયા બાદ એવું લાગે છે કે આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે અને ફોનની જગ્યાએ યુવતીના હાથમાં ફોન નહીં પરંતુ ફોનનું કવર હતું. યુઝર્સ પણ આવી જ કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોને @nehansunny નામના X એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લગભગ 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, અને વીડિયોને ઘણી લાઈક પણ મળી છે. યૂઝર્સ આ વીડિયો પર પોતાની કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ ફોનનું કવર છે, પબ્લિકને પાગલ ન બનાવો.” અન્ય યુઝરે લખ્યું, “ભગવાને બુદ્ધિ આપી છે, તેનો ઉપયોગ કરવો જોઈએ.” તો બીજા યુઝરે લખ્યું, “દીદીની સાથે મોયે મોયે થઈ ગયું.”

આ સમાચાર શેર કરો