Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Even a human looks like an ant in front of this almost 300-year-old banyan tree!

લગભગ 300 વર્ષ જૂના આ વડના વૃક્ષ સામે માણસ પણ કીડી જેવો દેખાય છે! 7 પેઢીઓથી આદિવાસીઓ કરી રહ્યા છે પૂજા

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
લગભગ 300 વર્ષ જૂના આ વડના વૃક્ષ સામે માણસ પણ કીડી જેવો દેખાય છે! 7 પેઢીઓથી આદિવાસીઓ કરી રહ્યા છે પૂજા
સોર્સ : GSTV

પ્રકૃતિની અનોખી અને અદ્ભુત રચનાઓ હંમેશાંથી મનુષ્યોને આશ્ચર્યચકિત કરતી રહી છે. ગીચ જંગલો અને ઊંચા પર્વતોથી ઘેરાયેલો નલ્લામાલાનો વન વિસ્તાર તેના ઐતિહાસિક રહસ્યો અને અનોખી જૈવવિવિધતા માટે જાણીતો છે. તાજેતરમાં, પુરાતત્વ વિભાગના અધિકારીઓએ નલ્લામાલા વિસ્તારમાં ઐતિહાસિક ધરોહરોની ઓળખ કરવા માટે એક વિશેષ સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વે દરમિયાન આંધ્રપ્રદેશ સ્થિત નલ્લામાલાના પલુતલા ગામના જંગલોમાં એક એવુ વિશાળકાય વડનુ વૃક્ષ મળ્યુ છે, જેને જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. આ વૃક્ષ આજે એક મોટી કુદરતી ધરોહર તરીકે સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે.

App Store

વડના વૃક્ષનું કદ અને તેના પરિમાણો કોઈને પણ આશ્ચર્યમાં મૂકી શકે છે

આ મહાવૃક્ષ જંગલની વચ્ચે એક વિશાળ કિલ્લાની જેમ ઊભું છે. આ વૃક્ષ આશરે 100 ફૂટ લાંબું અને 60 ફૂટ પહોળું છે. આ વૃક્ષના મુખ્ય થડનો ઘેરાવો (પરિધિ) લગભગ 40 ફૂટનો છે. વૃક્ષની ટોચથી લઈને જમીન સુધી ફેલાયેલી ડઝનબંધ શાખાઓ અને વડવાઈઓ એક તરફ જ્યાં જંગલની સુંદરતા વધારે છે, ત્યાં જ બીજી તરફ જોનારાઓમાં કુતૂહલ અને રોમાંચ પેદા કરે છે. આ વૃક્ષની નીચે ઊભેલો માણસ એટલો નાનો દેખાય છે, જાણે કોઈ કીડી હોય!

7 પેઢીઓનો ઇતિહાસ અને 200 વર્ષથી પૂજા

સ્થાનિક આદિવાસીઓ અને જનજાતિઓના જણાવ્યા અનુસાર, આ વૃક્ષનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને ગૌરવશાળી છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ વૃક્ષ લગભગ ત્રણસો વર્ષથી અહીં ઊભું છે અને તેમના પૂર્વજો છેલ્લા 7 પેઢીઓથી તેની દેખરેખ રાખી રહ્યા છે. આ વિશાળ વૃક્ષની નીચે તેમના ગ્રામદેવતાની પ્રાચીન પ્રતિમા સ્થાપિત છે, જ્યાં છેલ્લા 200 વર્ષ (બે સદી) થી પૂરી શ્રદ્ધા સાથે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. આદિવાસીઓનું કહેવું છે કે સમગ્ર વિસ્તારમાં આટલુ મોટુ અને ઐતિહાસિક વૃક્ષ બીજુ નથી.

પર્યાવરણ સંરક્ષણની મોટી જરૂરિયાત

આજના આધુનિક યુગ અને સિમેન્ટ-ક્રોંક્રીટના જંગલો વચ્ચે, નલ્લામાલા જેવા ગીચ જંગલોને છોડીને શહેરો કે સામાન્ય વસાહતોમાં આવા વિશાળ વૃક્ષો મળવા અશક્ય છે. સદીઓથી પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા અને જૈવવિવિધતાને સાચવનારા આ ઐતિહાસિક વૃક્ષને સંરક્ષિત કરવું એ સરકાર અને સમાજ બંનેની મોટી જવાબદારી છે. પલુતલા ગામ આવતા પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ વૃક્ષ કોઈ અજાયબીથી કમ નથી!