Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : A shocking video of bungee jumping

VIRAL VIDEO : બંજી જમ્પિંગનો રૂંવાડા ઊભા કરી દેતો વીડિયો: સ્ટાફની ઘોર બેદરકારી

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં શનિવારે એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં બંજી જમ્પિંગ દરમિયાન સુરક્ષામાં રાખવામાં આવેલી ગંભીર બેદરકારીના કારણે એક 21 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ અને ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, યુવતીને પુલ પરથી કૂદવા માટે મોકલી તો દેવામાં આવી, પરંતુ તેની સાથે સેફ્ટી રોપ (સુરક્ષા દોરડું) બાંધવામાં આવ્યું ન હતું. આ અકસ્માત 'પોંટે દો એસ્કેલેટો' એટલે કે 'સ્કેલેટન બ્રિજ' નામના એક જૂના અને ત્યજી દેવાયેલા (Abandoned) બ્રિજ પર થયો હતો.

App Store

આ પુલ બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના લાઇમેરા અને કોર્ડેઇરોપોલિસ શહેરોને જોડે છે. છેલ્લા લગભગ 30 વર્ષથી ઉપયોગમાં ન હોવા છતાં, આ જગ્યા રોમાંચક પ્રવૃત્તિઓ અને એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીનો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી. જો કે, અહીં કોઈ પણ પ્રકારની સત્તાવાર દેખરેખ કે સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ નથી.

એક ભૂલ અને યુવતીએ જીવ ગુમાવ્યો

ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ, યુવતી આશરે 35 મીટરની ઊંચાઈએથી નીચે પટકાઈ હતી. આ અકસ્માતનું સૌથી ચોંકાવનારું પાસું એ હતું કે બંજી જમ્પ માટે જરૂરી સુરક્ષા દોરડું તેની સાથે જોડવામાં જ આવ્યું ન હતું. ઘટના સમયે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે આ કોઈ ટેકનિકલ ખામી નહોતી, પરંતુ ત્યાં હાજર સ્ટાફની ઘોર બેદરકારી હતી.

એક મહિલા, જે પોતાના પાર્ટનર સાથે ત્યાં હાજર હતી, તેણે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ટીમ દ્વારા પ્રાથમિક સુરક્ષા તપાસ પણ કરવામાં આવી ન હતી. તેના જણાવ્યા અનુસાર, આ યુવતી પહેલાં અન્ય ત્રણ લોકો સફળતાપૂર્વક કૂદકો લગાવી ચૂક્યા હતા, પરંતુ જ્યારે આ યુવતીનો વારો આવ્યો ત્યારે કર્મચારીઓએ દોરડાની તપાસ કરી ન હતી. મહિલાએ ઉમેર્યું કે આને માત્ર એક અકસ્માત કહીને ટાળી શકાય નહીં, કારણ કે સુરક્ષા સુનિશ્ચિત કરવી એ મેનેજમેન્ટની સૌથી પહેલી જવાબદારી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, યુવતીએ આ એડવેન્ચર પ્રવૃત્તિ માટે અંદાજે 290 ડોલર ચૂકવ્યા હતા. આ પેકેજમાં બંજી જમ્પની સાથે-સાથે વીડિયો રેકોર્ડિંગની સુવિધા પણ સામેલ હતી, જેથી તે પોતાના આ અનુભવને યાદગાર બનાવી શકે.