Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Outrage over AI-generated semi-nude video of a woman.

AI વડે મહિલાનો વીડિયો સેમીન્યૂડ બનાવતા આક્રોશ, વાયરલ કરનારાઓ સામે થશે કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
AI વડે મહિલાનો વીડિયો સેમીન્યૂડ બનાવતા આક્રોશ, વાયરલ કરનારાઓ સામે થશે કાર્યવાહી
સોર્સ : gstv

ધર્મનગરી હરિદ્વારના હર કી પૌડી ખાતે ગંગા સ્નાન કરી રહેલી મહિલા શ્રદ્ધાળુના વિડિયોને એઆઈ (AI) વડે સેમીન્યૂડ બનાવનારાઓ સામે કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. એક મહિલાએ સોશિયલ મીડિયા પર આવીને દાવો કર્યો છે કે આ તેનો જ વીડિયો છે, જેની સાથે ચેડાં કરવામાં આવ્યા છે. મહિલાના દાવા મુજબ, તેણે આ અંગે હરિયાણા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી આ બાબતોની પુષ્ટિ કરવાની બાકી છે. આ વાયરલ વીડિયો પર અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે શ્રી ગંગા સભાએ તેને ધર્મ પર આઘાત ગણાવીને પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.

App Store

ગંગા ઘાટ પર મહિલાના સ્નાનનો વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ શ્રી ગંગા સભા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે આ વીડિયો હર કી પૌડીના માલવીય ઘાટનો છે. માહિતી મુજબ, કોઈએ ઘાટ પર મહિલાના સ્નાનનો વીડિયો છૂપી રીતે શૂટ કરી લીધો હતો અને તેને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. ત્યારબાદ અસામાજિક તત્વોએ આ જ વિડિયો ડાઉનલોડ કરીને તેમાં ચેડાં કરી દીધા. મૂળ વીડિયોમાં મહિલાએ સલવાર સૂટ પહેરેલો હતો, જ્યારે અસામાજિક તત્વોએ વીડિયોમાં મહિલાને એઆઈની મદદથી સેમીન્યૂડ બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો.