Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Don't make these 7 big mistakes while building or saving a house, your dream home will be ruined!

ઘર બનાવતી કે સાચવતી વખતે ન કરો આ 7 મોટી ભૂલો, તમારું સપનાનું ઘર થઈ જશે ખંડેર!

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ઘર બનાવતી કે સાચવતી વખતે ન કરો આ 7 મોટી ભૂલો, તમારું સપનાનું ઘર થઈ જશે ખંડેર!
સોર્સ : gstv

ચોમાસાની ઋતુ ગરમીમાંથી રાહત ચોક્કસ અપાવે છે, પરંતુ વરસાદ જતો રહ્યા પછી પણ ઘરમાં ભેજ, દીવાલો પર ડાઘ, ફૂલેલો રંગ અને એક અજીબ પ્રકારની દુર્ગંધ લાંબા સમય સુધી પરેશાન કરે છે. મોટાભાગના લોકો દીવાલો પર ભેજ જોતાં જ સીધો કલરકામ કે વૉટરપ્રૂફિંગનો મોટો ખર્ચ વિચારવા લાગે છે. જોકે, દરેક વખતે ખરાબ પેઇન્ટ કે વૉટરપ્રૂફિંગ જ જવાબદાર નથી હોતા; આપણી રોજિંદી નાની-નાની આદતો અને ભૂલો પણ ઘરની અંદર ભેજ વધારવાનું મોટું કામ કરે છે.

App Store

આવી 7 ભૂલો અને તેનાથી બચવાના ઉપાયો નીચે મુજબ છે:

1. રૂમની અંદર જ ભીના કપડાં સૂકવવા

ચોમાસામાં બહાર તડકો ન હોવાથી ઘણા લોકો પંખા નીચે રૂમમાં જ ભીના કપડાં સૂકવી દે છે.  કપડાંનું  પાણી ધીમે-ધીમે વરાળ બનીને ઓરડાની હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. યોગ્ય વેન્ટિલેશન ન હોય તો આ ભેજ બહાર નીકળી શકતો નથી અને દીવાલો પર જામવા લાગે છે. તેથી કપડાં હંમેશા એવી ખુલ્લી કે હવા-ઉજાસવાળી જગ્યાએ સૂકવો જ્યાં હવાની અવરજવર સારી હોય.

2. ભેજવાળા વાતાવરણમાં બારીઓ ખુલ્લી રાખવી

તાજી હવા મેળવવા માટે બારીઓ ખોલવી સારી બાબત છે, પરંતુ ધોધમાર વરસાદ પડતો હોય કે વરસાદ બંધ થયો હોય ત્યારે વાતાવરણમાં ભેજ ચરમસીમાએ હોય છે. આવા સમયે બારીઓ ખુલ્લી રાખવાથી બહારની ભેજવાળી હવા અને વરસાદના સૂક્ષ્મ છાંટા રૂમની અંદર આવીને દીવાલ અને ફર્નિચરમાં ભેજ વધારે છે. તેથી ભેજવાળા વાતાવરણમાં બારીઓ બંધ રાખવી અને વરસાદ અટકી ગયા પછી વાતાવરણ સૂકું થાય ત્યારે જ વેન્ટિલેશન કરવું.

3. બાથરૂમના ભેજ અને  પાણીની અવગણનાબોટલ વોટર અજમાવો

બાથરૂમ ઘરની સૌથી વધુ ભેજવાળી જગ્યા છે. ભીનું ભોંયતળિયું, પલાળેલા ટુવાલ અને ગરમ પાણીની વરાળ ત્યાં લાંબો સમય ટકી રહે છે. જો એક્ઝોસ્ટ ફેન ન ચલાવાય કે દરવાજો સતત બંધ રખાય, તો આ ભેજ ધીમે-ધીમે ઘરના બાકીના રૂમો સુધી પહોંચી જાય છે. બાથરૂમનો ઉપયોગ કર્યા પછી ફ્લોર વાઇપરથી સૂકવો અને એક્ઝોસ્ટ ફેન નિયમિતપણે ચલાવો.

4. દીવાલ કે છત પર થતાં નાના લીકેજને ટાળવું

ચોમાસું શરૂ થતાં જ છત, પાઇપ કે બારીના ખૂણામાંથી સહેજ પણ ભીનાશ દેખાય તો તેને ક્યારેય નજરઅંદાજ ન કરો. નાનું લીકેજ સતત અંદર પાણી ઉતારતું રહે છે, જે આગળ જતાં કાયમી ભેજના કાળા ડાઘ, પેઇન્ટના પોપડા અને દુર્ગંધનું કારણ બને છે. પાણી આવવાના સ્ત્રોતને શરૂઆતમાં જ રિપેર કરાવી લેવો જરૂરી છે.બોટલ વોટર અજમાવો

5. ફર્નિચરને દીવાલ સાથે અડીને રાખવું

જગ્યા બચાવવા માટે કબાટ, સોફા કે પલંગને દીવાલ સાથે એકદમ સટાડીને રાખવાની ટેવ હાનિકારક છે. દીવાલ અને ફર્નિચર વચ્ચે જગ્યા ન રહેવાથી હવાની અવરજવર બંધ થઈ જાય છે, જેનાથી દીવાલ પર ભેજ અને લાકડાના ફર્નિચરમાં વ્હાઇટ ફંગસ જામવાનો ખતરો વધી જાય છે. ફર્નિચર અને દીવાલ વચ્ચે હંમેશા થોડી ખાલી જગ્યા રાખવી જોઈએ.

6. ACને માત્ર ઠંડક માટે જ ચલાવવું

વરસાદની ઋતુમાં તાપમાન ઓછું હોવા છતાં રૂમમાં ચીકાશ અને અકળામણ અનુભવાય છે, જેનું કારણ હવામાં રહેલો ભેજ છે. આવા સમયે એસીને સામાન્ય 'Cool Mode'માં ચલાવવાને બદલે 'Dry Mode'માં ચલાવવું જોઈએ. ડ્રાય મોડ રૂમની વધારાની ભેજવાળી હવાને ઝડપથી શોષી લે છે.

7. ભીના પગરખાં અને છત્રી ઘરની અંદર છોડી દેવાબગીચાના ઓજારો શોધો

વરસાદમાં પલળીને આવ્યા બાદ ભીના શૂઝ, છત્રી કે રેઇનકોટ રૂમના કોઈ ખૂણામાં મૂકી દેવાથી તે પાણી ધીમે-ધીમે બાષ્પીભવન થઈને રૂમની હવામાં ભળે છે. બંધ જગ્યામાં ભીની વસ્તુઓ પડી રહેવાથી અસહ્ય વાસ આવે છે અને સપાટી પર ફૂગ પેદા થાય છે. તેથી છત્રી, રેઇનકોટ અને શૂઝને બાલ્કની કે હવા-ઉજાસવાળી જગ્યાએ સૂકવ્યા પછી જ અંદર રાખવા જોઈએ.

ટોપિક્સ:GSTV NewsGujarati News