VIDEO: સાંસદના નામે ફેક AI વીડિયો બનાવતી ગેંગનો પર્દાફાશ
સોર્સ : gstv
સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફેક AI મોર્ફ વીડિયો બનાવી છેતરપિંડી કરતી ગેંગનો સાયબર પોલીસે પર્દાફાશ કર્યો છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જૂના વીડિયો મોર્ફ કરી જૂની નોટ કે સિક્કાના બદલામાં લાખો-કરોડોની લાલચ આપતી જાહેરાતો કરવામાં આવતી હતી. ફરિયાદ બાદ ટેકનિકલ તપાસના આધારે પોલીસ હરિયાણાના નૂહ સુધી પહોંચી હતી અને ઇર્શાદ ખાન તથા પરવેઝની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ AIની મદદથી વીડિયો તૈયાર કરવા સાંસદના જાહેરમાં ઉપલબ્ધ ફોટા-વીડિયોનો ઉપયોગ કર્યો હતો અને ખોટું PAN કાર્ડ પણ બનાવ્યું હતું. તપાસમાં 10 બેંક ખાતા સામે આવ્યા છે, જેમાં દેશભરમાં આશરે સાડા 9 કરોડની છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે.

