VIDEO: ગોંડલમાં પૂર્વ સાંસદના ખેતરમાંથી વીજલાઈન ગૌચરમાં આવી ગઈ: ખેડૂતો
સોર્સ : gstv
ગોંડલમાં ચોરડી ગામમાં જેટકોની વીજલાઈન મુદ્દે નવો વિવાદ ઉભો થયો છે. ખેડૂતોએ કહ્યું કે, અમારી જાણ બહાર ગામની ગૌચરની જમીનમાં વીજપોલ કઈં રીતે આવી શકે. ગૌચર બચાવોના નારા સાથે ખેડૂતોએ રામધૂન બોલાવી કામ અટકાવ્યું હતુ. બીજી તરફ કંપનીના અધિકારી પાસે કલેક્ટરનો હુકમ માગતા તે રજૂ ન કરી શક્યાં હોવો ખેડૂતોનો આરોપ છે. આ સિવાય ખેડૂતોએ આક્ષેપ કર્યો કે, નજીકની જમીન ભાજપના પૂર્વ સાંસદ રમેશ ધડૂકની છે અને તે અગાઉ એનએ થઈ ચૂકી છે. છતા પણ તેમાં વાવેતર થયું હોવાથી શું શરતભંગના પગલા ન લેવાઈ શકે.? ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો કે, ભાજપના નેતાઓ હોવાથી ધડૂકની જમીનના સ્થાને ગામની ગૌચરની જમીનમાં વીજપોલ આવી ગયો. આ મામલે કલેક્ટરની લોકસુનાવણી બાકી હોવા છતા કામ શરૂ થતા ખેડૂતો રોષે ભરાયા હતા.

