VIDEO:ગોંડલમાં મસાલા ફેક્ટરી પર FDAનો દરોડો, ₹1.90 કરોડનો જથ્થો સીઝ
સોર્સ : GSTV
રાજકોટના ગોંડલ સ્થિત જામવાડી જીઆઇડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મસાલામાં ભેળસેળની શંકાએ 'મિસરી સ્પાઈસીસ' નામની કંપની પર દરોડા પાડી ૧.૯૦ કરોડ રૂપિયાનો જથ્થો સીઝ કર્યો છે. બે દિવસ અગાઉ સત્યમ મસાલા ફેક્ટરી પર કાર્યવાહી બાદ આ મોટા ઓપરેશનમાં ૭૯,૯૦૦ કિલો જેટલો શંકાસ્પદ મસાલો અને લોટ જપ્ત કરાયો છે. કંપની લાયસન્સ વગર વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે, જેમાં ધાણા પાવડર, મરચું, હળદરની સાથે ચોખા અને મકાઈનો લોટ તથા પામતેલ જેવી ભેળસેળયુક્ત સામગ્રીનો ઉપયોગ થતો હોવાની આશંકા છે.

