VIDEO: રાજકોટમાં નકલી તમાકુ બનાવતી ફેક્ટરી પકડાઈ, લાખોના મુદ્દામાલ સાથે બે આરોપીઓ સામે કાર્યવાહી
સોર્સ : gstv
રાજકોટમાં એસઓજી ટીમે ગેરકાયદેસર ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. શહેરના હિરેન પરફ્યુમરી વર્ક નામના ગોડાઉનમાં એસઓજી પોલીસે દરોડો પાડતા ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે. હિરેન સોનેજી અને રાજુ સોનેજી નામના બે શખ્સો ગેરકાયદેસર રીતે તમાકુ બનાવી તેનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે 500, 200 અને 50 ગ્રામના ડુપ્લીકેટ તમાકુના ડબ્બા સહિત કુલ રૂ.1.72 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ કેટલા સમયથી આ ધંધો કરતા હતા અને ક્યાં ક્યાં વેચાણ કર્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

