VIDEO: રાજકોટમાં પ્રેમ પ્રકરણમાં ઝઘડા બાદ યુવકે કર્યો આપઘાત
સોર્સ : gstv
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા ગંગોત્રી પાર્ક વિસ્તારની પામ યુનિવર્સ બિલ્ડિંગમાં ૧૨મા માળેથી પડતાં નિમેષ ભંડેરી નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ બનાવમાં પોલીસે પ્રાથમિક તપાસ બાદ આપઘાતનું તારણ કાઢ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નિમેષને તેની સાથે મૈત્રી કરારથી રહેતી આશા નામની મહિલા સાથે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ ઝઘડા બાદ નિમેષ તેની બીજી ગર્લફ્રેન્ડ કાજલના ઘરે ગયો હતો, જ્યાં રાત્રે સભ્યો ઊંઘી ગયા બાદ તેણે ૧૨મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

