VIDEO: રાજકોટમાં મચ્છરોનો ઉપદ્રવ ડામવા AI ડ્રોનથી દવા છંટકાવ
સોર્સ : gstv
રાજકોટમાં મચ્છરોના વધતા ઉપદ્રવને નિયંત્રિત કરવા મનપાએ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી પાંચ ડ્રોન કાર્યરત કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીની મદદથી ડ્રોન મચ્છરોના ઉપદ્રવવાળા વિસ્તારોની ઓળખ કરશે અને ત્યાં દવાનો સતત છંટકાવ કરવામાં આવશે. ખાસ કરીને આજી નદી કાંઠાના રામનાથપરા, રેલનગર અને નવા માર્કેટ યાર્ડ આસપાસના વિસ્તારોમાં ડ્રોન દ્વારા કામગીરી હાથ ધરાશે. મચ્છરોના વધતા ઉપદ્રવથી પરેશાન લોકોને આ કામગીરીથી મોટી રાહત મળવાની આશા છે. ટેકનોલોજીના ઉપયોગથી મચ્છર નિયંત્રણની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.

