VIDEO: રાજકોટમાં નંબર પ્લેટ વગરના સ્કૂટરમાં ભાજપ ધારાસભ્યની રેલી
સોર્સ : gstv
રાજકોટમાં પોલીસ કમિશનરની નિયમ પાલનની ઝુંબેશ વચ્ચે જ ભાજપના ધારાસભ્યની આગેવાનીમાં યોજાયેલી બાઇક રેલીનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય દર્શિતા શાહ જે મોટરસાયકલ પર બેઠા છે, તેમાં નંબર પ્લેટ ન હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ‘નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં’ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસના આ નિયમનું પાલન ધારાસભ્ય અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જ ન કરાયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જો જનપ્રતિનિધિઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય લોકો પાસેથી નિયમ પાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હવે સવાલ એ છે કે પોલીસ નંબર પ્લેટ વગરના વાહન સામે કાર્યવાહી કરશે કે નહીં?

