VIDEO: રાજકોટમાં SOGની મોટી ડ્રગ્સ સામે કાર્યવાહી
સોર્સ : gstv
રાજકોટમાં નશાના કાળા કારોબાર સામે SOG પોલીસે કાર્યવાહી કરી છે. કાલવાડ રોડ પરથી 54.730 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે તોસીફ તુરીયા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. MD ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે તપાસ શરૂ કરાઈ છે. ગેરકાયદેસર નેટવર્ક પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ રહી છે.

