VIDEO: શ્રાવણ મહિનાને લઈને રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી
સોર્સ : gstv
રાજકોટમાં શ્રાવણ મહિનાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે શહેરની અલગ-અલગ 37 પેઢીઓમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન 53 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સ્ટોરેજ, લાઇસન્સ અને હાઇજેનિક કન્ડિશનને લઈને પાંચ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમોના ભંગ બદલ કુલ 6 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સાથે જ ફરાળી પેટીસના લોટના 12 નમૂના લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

