VIDEO: રાજકોટમાં મૃતક યુવકના ભાઈ અને પોલીસકર્મીને વ્યાજખોરોએ ભાઈની જેમ ફ્લેટમાંથી ફેંકી દેવાની આપી ધમકી
સોર્સ : gstv
રાજકોટમાં વ્યાજખોરોની ધમકીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસકર્મી ક્રિપાલસિંહ સિંધવને તેમના મોટા ભાઈ મહાવીરસિંહ સિંધવે લીધેલા વ્યાજના રૂપિયા ચૂકવવા ધમકી અપાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. 9 જૂને અમદાવાદમાં મહાવીરસિંહનું ફ્લેટના ચોથા માળેથી પટકાતા મોત થયું હતું. મહાવીરસિંહે 1.35 કરોડ રૂપિયા વ્યાજે લીધા હોવાનો દાવો છે, જોકે પરિવાર આ બાબતે અજાણ હતો. બેસણાના દિવસે વ્યાજખોરો ટોળા સાથે આવી ઉઘરાણી કરી હતી. તારા ભાઈની જેમ તને અને તારા પિતાને પણ ફ્લેટમાંથી ફેંકી દેવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે. સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરૂ વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

