Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 4 including 3 children die after drowning in lake in Rajkot

VIDEO: રાજકોટમાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળક સહિત 4ના મોત, એકને બચાવવા જતા અન્ય ત્રણ પણ ઊંડા પાણીમાં ગરકાવ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ડૂબી જવાથી ત્રણ બાળકો સહિત ચારના મોત થવાથી હચમચાવતી ઘટના સામે આવી છે . બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડીવાળા પીરની દરગાહ નજીક તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં 10 વર્ષીય સોહન શોરા, 5 વર્ષીય સેફુ શોરા, 18 વર્ષીય સાહિલ શોરા અને 10 વર્ષીય અલીફા શોરાનો સમાવેશ થાય છે.

App Store

સોહન અને સેફુ સગા ભાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સેફુ ડૂબતા તેને બચાવવા જતા અન્ય ત્રણ લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિકોએ ચારેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક સોહનનો આજે જન્મદિવસ હતો. ઘટનાને પગલે કુવાડવા રોડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.