VIDEO: રાજકોટમાં કેરટેકર મહિલાએ કરી લાખોની ચોરી
સોર્સ : gstv
રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધાની સંભાળ માટે રખાયેલી કેરટેકર બસંતી કુમારી મીણાએ રૂ.70 હજાર રોકડા અને 16 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવી તે રાજસ્થાન ભાગી ગઈ હતી. ફરિયાદીએ તપાસ કરતા ચોરીનો ખુલાસો થયો હતો. માલવિયાનગર પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી રૂ.13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

