VIDEO: રાજકોટમાં RMCની તિરંગા યાત્રામાં મંત્રીઓ અને મોટા નેતાઓની ગેરહાજરીથી રાજકીય ચર્ચાઓનો દોર શરૂ
સોર્સ : gstv
રાજકોટમાં RMC દ્વારા યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન રાજકીય નેતાઓની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ચોક સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં સ્થાનિક નેતાઓ સિવાય કોઈ મોટા નેતા કે મંત્રી જોવા મળ્યા નહોતા. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી પણ ગેરહાજર રહ્યા. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, ગોવિંદ પટેલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોધરા પણ હાજર રહ્યા નહોતા. સરકારમાંથી એક પણ મંત્રીની હાજરી ન રહેતા રાજકોટની નેતાગીરી સામે સવાલો ઉઠ્યા છે. બીજી તરફ, સ્ટેજ પર અધિકારીઓનો દબદબો જોવા મળ્યો હતો. IG નિર્લીપ્ત રાય, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સહિતના અધિકારીઓ પ્રથમ હરોળમાં જોવા મળ્યા

