Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON / Big blow to Trump by American court, 7 dead after bus overturns in Chamba, oil prices rise in Rajkot

VIDEO: NEWS AFTERNOON / મનમાની કરતાં ટ્રમ્પને અમેરિકન કોર્ટનો મોટો ઝટકો, ચંબામાં બસ પલટી જતાં 7ના મોત, રાજકોટમાં તેલના ભાવમાં ભડકો

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મનમાની કરતાં ટ્રમ્પને અમેરિકન કોર્ટનો મોટો ઝટકો

App Store

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ અપીલ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે 400 મિલિયન ડોલરના વ્હાઇટ હાઉસ બોલરૂમ પ્રોજેક્ટ પર રોક લગાવતા સખત ટિપ્પણી કરી કે, "દરેક પ્રમુખ વ્હાઇટ હાઉસના અસ્થાયી ભાડૂઆત હોય છે, માલિક નહીં." સંસદની મંજૂરી વિના આટલો મોટો ફેરફાર કરી શકાય નહીં.

ભારત પર ટેરિફનું સંકટ

રશિયા પાસેથી ઊર્જા આયાત કરતા દેશો પર અમેરિકા શિકંજો કસી રહ્યું છે. અમેરિકન સેનેટે 86-11 ની બહુમતીથી બિલ પાસ કર્યું છે, જે હેઠળ રશિયા પાસેથી સૌથી વધુ તેલ-ગેસ ખરીદતા ભારત સહિત ટોચના પાંચ દેશોના સામાન પર પ્રમુખ ટ્રમ્પ 100% સુધીનો કડક ટેરિફ લગાવી શકશે.

ચંબામાં બસ પલટી જતાં 7ના મોત

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના તીસા-બૈરાગઢ માર્ગ પર આજે સવારે કરુણ અકસ્માત સર્જાયો હતો. ચાલૂજ મોડ નજીક એક મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે જ ડ્રાઈવર અને કંડક્ટર સહિત 7 લોકોના દર્દનાક મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ચોમાસાના વરસાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગે (IMD) મોટું એલર્ટ જાહેર કર્યું છે. આજે યુપી અને બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું, ભારે વરસાદ અને કેટલાક વિસ્તારમાં કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે.

રાજકોટમાં તેલના ભાવમાં ભડકો

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે 10 રૂપિયા વધી જતાં સિંગતેલનો ડબ્બો 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. વાવણી મોડી થવાના કારણે ભાવ વધી રહ્યા છે, જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે.

સ્કૂલમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી

મહેમદાવાદના મોદજ ગામે ઉદ્ઘાટન થાય તે પહેલા જ શાળાનો હોલ તૂટી પડતાં ભ્રષ્ટાચારનો પોલ ખોલી ગયો છે. બાળકોના જીવ સાથે રમત રમનારા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને જવાબદારોને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.