VIDEO: રાજકોટમાં ઇતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપાયો, ૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત.
સોર્સ : gstv
રાજકોટ શહેર એસઓજી ટીમે ઇતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી ૨૦૦ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂપિયા ૧.૫૦ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં મહમદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધિ નામના શખ્સો ઝડપાયા છે. પ્રાથમિક તપાસમાં આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલો હોવાનું સામે આવ્યું છે..રમીઝ ઉર્ફે માયો નામના શખ્સેબંનેને ટ્રિપ દીઠ ૨૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું, જ્યારે અમિત ઉર્ફે ગુરખો ઓરિસ્સાથી આ જથ્થો સપ્લાય કરતો હોવાનો ખુલાસો થયો છે..આરોપીઓ આ ગાંજો સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાના હતા.

