VIDEO: રાજકોટમાં સંઘની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો
સોર્સ : gstv
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ દ્વારા આશરે 15 ડિરેક્ટરો માટે મેન્ડેટ આપવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં માત્ર એક ઉમેદવારી ફોર્મ ભરાયું છે. જોકે, આ વખતે ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતા છે. ભાજપ વિરુદ્ધ ભાજપના જંગ વચ્ચે અરવિંદ રૈયાણી અને નિતીન ઢાંકેચા ચેરમેન પદ માટે રાજકીય ગણિત ગોઠવી રહ્યા હોવાની ચર્ચા છે.

