દિલ ફેંક આશિક જોઈએ છે.., એકવાર બ્રેકઅપ થયું હોય તો કરી શકો છો અરજી; સોશિયલ મીડિયાની પોસ્ટએ મચાવી હલચલ
સારું ભણશો તો સારી નોકરી મળશે. ભણવામાં ધ્યાન આપો. આવવા વાક્યો નાનપણથી જબાળકના મગજમાં ઠસાવી દેવ

સારું ભણશો તો સારી નોકરી મળશે. ભણવામાં ધ્યાન આપો. આવવા વાક્યો નાનપણથી જબાળકના મગજમાં ઠસાવી દેવામાં આવે છે. અને બાળક પણ આ વાક્યોને બ્રહ્મવાક્ય માની ભણવામાં ધાયાં લગાવે છે. પરંતુ હવે આ વાક્ય ખોટું પડી રહ્યું તેમ લાગી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક નોકરી માટેની એક જાહેરાત જોઈ વડીલોની ભણવા-લખવાની સલાહ સાવ ખોટી લાગી રહી છે. વાયરલ થયેલી એક નોકરી માટે ખાલી જગ્યાની પોસ્ટમાં ડિગ્રી, અગાઉનો અનુભવ વગેરે જેવી કોઈ માહિતી માંગવામાં આવી ન હતી, તેના બદલે અરજદારો માટે બ્રેકઅપમાંથી પસાર થવું જરૂરી બની ગયું છે.
નિમિષા ચંદા નામની એક એક્સ યુઝરે જાહેરાત પોસ્ટ કરી કરી છે. તેમની પ્રોફાઇલ મુજબ, તેઓ ટોપમેટમાં માર્કેટિંગ લીડર છે. તેમણે લખ્યું છે કે કંપની એવી વ્યક્તિની શોધમાં છે જેને ડેટિંગ સંસ્કૃતિનું સંપૂર્ણ જ્ઞાન હોય. આખી પોસ્ટ વાંચ્યા પછી, એ સ્પષ્ટ થઈ જાય છે કે આ નોકરી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળતા લવ ગુરૂ જેવા માટે છે. જેઓ ડેટિંગની દુનિયાને સારી રીતે જાણે છે.
કંપનીને આ ગુણો જોઈએ છે
"અમે એક ચીફ ડેટિંગ ઓફિસર શોધી રહ્યા છીએ," તેમણે લખ્યું. શું તમારા મિત્રો ડેટિંગ સલાહ માટે સૌથી પહેલા તમારી પાસે આવે છે? અમે એવી વ્યક્તિને નોકરી પર રાખી રહ્યા છીએ જે ડેટિંગ સંસ્કૃતિમાં જીવે છે. જે સ્વ-ઘોષિત મેચમેકર્સ , 'ઘોસ્ટિંગ', 'બ્રેડક્રમ્બિંગ' અને અન્ય નવા ડેટિંગ બઝવર્ડ્સ સમજી શકે છે? જો એવું હોય તો અમે તમને પસંદ કરી લીધા છે.
વધુ 3 જરૂરિયાતો પણ લખેલી છે. પ્રથમ, 'ઓછામાં ઓછું 1 બ્રેકઅપ, 2 સિચ્યુએશનશીપ અને 3 ડેટ્સનો અનુભવ થયો હોવો જોઈએ.' પોસ્ટ મુજબ, પુરાવા નહિ હોય તો ચાલશે, પરંતુ કંપની તમને બ્રેકઅપ અને ડેટિંગની વાર્તાઓ શેર કરવા માટે કહેશે. બીજું, 'વ્યક્તિએ ડેટિંગ શબ્દોથી વાકેફ હોવું જોઈએ. ત્રીજું, 'ઓછામાં ઓછા 2-3 ડેટિંગ એપ્સનો ઉપયોગ કર્યો હોવો જોઈએ.
યુઝર્સએ શું કહ્યું?
જોબ પોસ્ટિંગ જોતાની સાથે જ યુઝર્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. એકે લખ્યું, 'કાશ હું પણ અહીં અરજી કરી શકું.' કામ કરવા માટે કેટલી સરસ જગ્યા છે.” તે જ સમયે, એક યુઝરે પૂછ્યું, 'તમે તમારા સંબંધીઓને શું કહેશો કે તમે ચીફ ડેટિંગ ઓફિસર છો?'








