મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોને પીરસવામાં આવેલા ભોજનમાંથી મળ્યો વંદો, ખાધા બાદ માતા-પુત્રની તબિયત બગડી

એર ઈન્ડિયાના એક મુસાફરે દિલ્હીથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં પીરસવામાં આવેલા ઓમલેટમાં વંદો મળવા

VIDEO : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોને પીરસવામાં આવેલા ભોજનમાંથી મળ્યો વંદો, ખાધા બાદ માતા-પુત્રની તબિયત બગડી

એર ઈન્ડિયાના એક મુસાફરે દિલ્હીથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં પીરસવામાં આવેલા ઓમલેટમાં વંદો મળવાની ફરિયાદ કરી છે. તેમજ એર ઈન્ડિયાએ કહ્યું છે કે તેણે વધુ તપાસ માટે કેટરિંગ સર્વિસ પ્રોવાઈડર સાથે આ મામલો ઉઠાવ્યો છે. આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા, એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે એક મુસાફર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી માહિતીથી વાકેફ છીએ, જેમાં 17 સપ્ટેમ્બર 2024ના રોજ દિલ્હીથી JFK જતી AI 101 ફ્લાઈટમાં તેમને પીરસવામાં આવેલા ભોજનમાં વંદો મળવાની વાત કહી છે.”

પેસેન્જરે કહ્યું- ખાવામાં વંદો મળ્યો

પેસેન્જરે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે દિલ્હીથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં પીરસવામાં આવેલા ઓમલેટમાં એક વંદો મળી આવ્યો હતો. પેસેન્જરે કહ્યું "અમને ખબર પડી ત્યાં સુધીમાં મારા બે વર્ષના બાળકે અડધાથી વધુ ઓમલેટ ખાધું હતું, પરિણામે તે બીમાર પડી ગયો,"  પેસેન્જરે ફ્લાઇટ દરમિયાન પીરસવામાં આવેલી ખાદ્ય ચીજોનો ટૂંકો વીડિયો અને તસવીર પણ શેર કરી, તેણે પોસ્ટમાં એર ઈન્ડિયા, એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુને ટેગ કર્યા અને કહ્યું કે તે 17 સપ્ટેમ્બરે દિલ્હીથી ન્યૂયોર્ક માટે એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બેઠા હતાં. 15-કલાકની ફ્લાઇટની શરૂઆતમાં મને પહેલો નાસ્તો આપવામાં આવ્યો, મને એ જાણીને અણગમો થયો કે ઓમલેટમાં એક વંદો છે જે મેં પહેલેથી જ બે તૃતીયાંશ ભોજન ખાધું હતું અને કમનસીબે મેં મારા 2 વર્ષના બાળકને પણ આ જ ઓમલેટ ખવડાવ્યું હતું, જે પછી અમને બંનેને ફૂડ પોઇઝનિંગ થયું.

એર ઈન્ડિયાએ તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું

એર ઈન્ડિયાના એક નિવેદનમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની ઉપરોક્ત બાબતમાં મુસાફરોને થતી અસુવિધા અંગે ચિંતિત છે અને તેણે કેટરિંગ સેવા પ્રદાતા સાથે આ મામલો ઉઠાવ્યો છે. પ્રવક્તાએ કહ્યું, "ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે અમે જરૂરી પગલાં લઈશું."

આ સમાચાર શેર કરો