Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Clash between 'Papa Ki Pariyo' at petrol pump, young man runs over young woman with scooter

Viral Video: પેટ્રોલ પંપ પર 'પાપા કી પરીઓ' વચ્ચે હિંસક અથડામણ, યુવકે યુવતી પર સ્કૂટર ચડાવ્યું

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રના એક પેટ્રોલ પંપ પર બે યુવતીઓ કોઈ વાતને લઈને અંદરોઅંદર ઝઘડતી જોવા મળી રહી છે. આ બોલાચાલી એટલી વધી જાય છે કે ઝઘડો અચાનક હિંસક બની જાય છે અને વાત લાત-મૂક્કા સુધી પહોંચી જાય છે. વીડિયોમાં પેટ્રોલ પંપ પર ભીડ આ તમાશો ઉભી રહીને જોઈ રહી છે, પરંતુ કોઈ ઝઘડો શાંત પાડવા આગળ આવતું દેખાતું નથી.

App Store

પેટ્રોલ પંપ પર 'પાપા કી પરીઓ' વચ્ચે છેડાયું યુદ્ધ

ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બે યુવતીઓ પેટ્રોલ પંપની વચ્ચે એકબીજાને ફટકારી રહી છે. કોઈ કારણસર શરૂ થયેલી આ દલીલો જોતજોતામાં લાત-મૂક્કાના વરસાદમાં ફેરવાઈ ગઈ અને પેટ્રોલ પંપ જાણે જંગનું મેદાન બની ગયું. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રીમ કલરનો કુર્તો પહેરેલી યુવતી કાળા રંગનું ટોપ પહેરેલી યુવતીને પહેલા લાફો મારે છે અને પછી વાળ પકડીને નીચે પાડી દે છે, જેના પછી મામલો વધુ બિચકે છે.

સાથી યુવકે યુવતી પર સ્કૂટર ચડાવી દીધું

વીડિયોમાં જ્યારે બંને યુવતીઓ વચ્ચે ઝઘડો વધે છે, ત્યારે એક યુવક સ્કૂટર લઈને આવે છે અને કાળા ટોપવાળી યુવતી પર ચડાવી દે છે, જેના કારણે યુવતી પોતાનો પગ પકડીને પીડાથી તરફડવા લાગે છે. આટલું બધું થયા છતાં પેટ્રોલ પંપ પર હાજર ભીડ માત્ર તમાશો જોતી રહે છે અને કોઈ મદદ માટે આગળ નથી આવતું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

યુઝર્સ બોલ્યા- 'પાપા કી પરીઓ'ને કોઈ બચાવો

સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "છોકરીઓની લડાઈમાં ક્યારેય પડવું જોઈએ નહીં." અન્ય એક યુઝરે લખ્યું, "પાપા કી પરીઓને સમજાવો, ઝઘડો છોડી દે." તો વળી અન્ય એક યુઝરે લખ્યું, "સ્કૂટરવાળા ભાઈએ તો વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે!"