મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

ના હોય! ભેંસે આપ્યો વાછરડાંને જન્મ, વિશ્વાસ ના હોય તો જોઈ લ્યો VIDEO

સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે, જેમાં ઘણી વખત એવી ઘટનાઓ સામે આવે છે, જેના પર વિશ્વાસ કરવો મુ

ના હોય! ભેંસે આપ્યો વાછરડાંને જન્મ, વિશ્વાસ ના હોય તો જોઈ લ્યો VIDEO
સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે, જેમાં ઘણી વખત એવી ઘટનાઓ સામે આવે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. કેટલીક વસ્તુઓ એટલી આશ્ચર્યજનક હોય છે કે લોકો ગૂંચવણમાં પડી જાય છે કે તે સાચી છે કે નહીં. તાજેતરમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.  

વીડિયોમાં કરાઈ રહ્યો છે દાવો

આ વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પરિવારની ભેંસે ગાયના બચ્ચાને જન્મ આપ્યો છે. આ વાત પર વિશ્વાસ કરવો લોકો માટે મુશ્કેલ બની રહ્યો છે, પરંતુ વીડિયોમાં કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. જો આ સાચું સાબિત થાય છે, તો તેને પ્રકૃતિનો એક અનોખો ચમત્કાર માનવામાં આવશે.

ભેંસે આપ્યો વાછરડાંને જન્મ

વીડિયોમાં દેખાય છે કે ભેંસે જે વાછરડાંને જન્મ આપ્યો છે, તેનો રંગ ભૂરો છે અને દેખાવમાં તે સંપૂર્ણપણે ગાયના બચ્ચા જેવું લાગે છે. ભેંસના માલિક પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, અને આ ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હવે આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પશુ ચિકિત્સકો શું માને છે

જો કે, પશુ ચિકિત્સકોનો અભિપ્રાય આનાથી સંપૂર્ણપણે અલગ છે. તેમના અનુસાર, ભેંસનું શરીર આખલાના સીમનને સ્વીકારી જ નથી શકતું, તેથી આ દાવો ખોટો છે કે ભેંસને બીજદાન વખતે આખલાનું સીમન અપાયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભલે વાછરડાનો દેખાવ ગાય જેવો લાગે, પરંતુ તેના ગુણ સંપૂર્ણપણે ભેંસ જેવા જ હશે. લોકો કે ડોક્ટર્સ જે કહેશે તે કહેશે, પરંતુ આ વીડિયોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

આ સમાચાર શેર કરો