પુત્રએ ફ્લાઈટમાં માતાને આપી બર્થડે સરપ્રાઈઝ, VIDEO જોઈને તમારા ચહેરા પર આવી જશે સ્માઈલ
કોઈને તેના બર્થડે પર ગિફ્ટ આપવાની ખૂબ જ મજા આવે છે. ઘણા લોકો તેમના મિત્રોને ચોકલેટ અથવા કેક ગિફ્ટ ક

કોઈને તેના બર્થડે પર ગિફ્ટ આપવાની ખૂબ જ મજા આવે છે. ઘણા લોકો તેમના મિત્રોને ચોકલેટ અથવા કેક ગિફ્ટ કરે છે, તો કેટલાક ટેડી બિયર અથવા અન્ય ઉપયોગી વસ્તુઓ ગિફ્ટ કરે છે. પરંતુ જો પુત્ર કે પુત્રીનો બર્થડે હોય તો માતા-પિતા તેમની પસંદગીની ગિફ્ટ આપે છે અને ક્યારેક એ ગિફ્ટ સરપ્રાઈઝ પણ હોય છે. તેવી જ રીતે, જ્યારે બાળકો મોટા થાય છે, ત્યારે તેઓ તેમના માતા-પિતાના બર્થડે પર તેમને સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે, આવો જ એક વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે.
જેમ માતા માટે તેનું બાળક ખાસ હોય છે, તેવી જ રીતે બાળકને પણ માતા માટે ખાસ લાગણી હોય છે અને જો તેનો બર્થડે હોય, તો તેઓ તે દિવસને ખાસ બનાવવાનો પૂરો પ્રયાસ કરે છે. હવે આ વીડિયો જુઓ જેમાં એક પુત્રએ ફ્લાઈટમાં તેની માતાને બર્થડેની સરપ્રાઈઝ આપી હતી. જે ખરેખર ખૂબ જ ખાસ છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક કેબિન ક્રૂ પાસે દોડીને આવે છે અને તેમને કહે છે કે આજે તેની માતાનો બર્થડે છે અને તે તેને સરપ્રાઈઝ આપવા માંગે છે. આ પછી, તેની માતા માટે ફ્લાઈટમાં હાજર લોકો તાળીઓ પાડે છે અને હવામાં આ માતાનો બર્થડે વધુ ખાસ બની ગયો. આ સિવાય એક ખાસ અનાઉન્સમેન્ટ કરીને મહિલાને બર્થડે વિશ કરવામાં આવે છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર mr.cabin_crew નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હજારો લોકોએ તેને લાઈક કર્યો છે, જ્યારે લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ખરેખર, આ બાળકે જે કર્યું તેની પ્રશંસા થવી જોઈએ.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે પણ તેના વખાણ કર્યા છે.






