'વિષ કિટ' વાળા અનિરુદ્ધાચાર્ય મહારાજનો લક્ઝરી કાર ચલાવતા VIDEO વયારલ, ગાડીની કિંમત છે આટલા કરોડ
અનિરુદ્ધાચાર્ય મહારાજ મધ્યપ્રદેશના જબલપુરથી 9 કિલોમીટર દૂર રેવઝા નામના ગામના રહેવાસી છે. અનિરુદ્ધાચાર્

અનિરુદ્ધાચાર્ય મહારાજ મધ્યપ્રદેશના જબલપુરથી 9 કિલોમીટર દૂર રેવઝા નામના ગામના રહેવાસી છે. અનિરુદ્ધાચાર્ય મહારાજ તેમની કથાના પ્રશ્ન-જવાબ સત્રો માટે જાણીતા છે અને તેમના વીડિયો પણ ખૂબ વાયરલ થાય છે.
અનિરુદ્ધાચાર્ય મહારાજે થોડા મહિના પહેલા એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ કાર ચલાવી રહ્યા છે, વીડિયોમાં અનિરુદ્ધાચાર્ય મહારાજે ચેક પ્રિન્ટેડ કુર્તા પર મસ્ટર્ડ રંગનું જેકેટ પહેર્યું છે અને તેની સાથે મફલર છે.
મહારાજે સફેદ કલરનું મોડેલ જોયું તો તે એકદમ મોંઘું હતું. આ કાર Volvo Xc90 Crystal White Metallic હતી. આ કાર ટ્વિન એન્જિન અને 8-સ્પોક ડાયમંડ-કટ રિમ્સ સાથે અદભૂત 21-ઇંચ વ્હીલ્સ સાથે આવે છે.
પેનોરેમિક ગ્લાસ રૂફ અને એલઇડી હેડલાઇટ તેની સુંદરતામાં વધારો કરે છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ કારની કિંમત 1.1 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.






