મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : યુટ્યુબરે મોતને આપ્યું આમંત્રણ, પૂરપાટ ઝડપે ચાલતી કાર પર કૂદી પડી વ્યક્તિ પછી જુઓ શું થયું

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સ્ટંટ કરવાના એટલા બધા દિવાના છે કે તેઓ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. ક્યારેક તે પો

VIDEO : યુટ્યુબરે મોતને આપ્યું આમંત્રણ, પૂરપાટ ઝડપે ચાલતી કાર પર કૂદી પડી વ્યક્તિ પછી જુઓ શું થયું

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સ્ટંટ કરવાના એટલા બધા દિવાના છે કે તેઓ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. ક્યારેક તે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે. આવી જ એક વ્યક્તિ છે ડેરેન જેસન વોટકિન્સ જુનિયર, જે પ્રખ્યાત યુટ્યુબર છે. તે સોશિયલ મીડિયા પર IShowSpeed તરીકે પ્રખ્યાત છે. હાલમાં જ તેનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે એવો ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે કે તેને જોઈને કોઈના પણ રૂવાટાં ઉભા થઈ જશે.

અમેરિકાના ઓહાયોમાં રહેતો આ 19 વર્ષીય યુટ્યુબર માત્ર તેના ગેમિંગ કન્ટેન્ટ માટે જ નહીં પરંતુ તેના હિંમતવાન અને ખતરનાક સ્ટંટ માટે પણ જાણીતો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર તેના 27 મિલિયન એટલે કે 2.7 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ સિવાય ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પણ તેના કરોડો ફોલોઅર્સ છે. હાલમાં વાયરલ થઈ રહેલા તેના વીડિયોમાં તે જીવલેણ સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તેણે સ્પીડમાં આવતી કાર પર એવી રીતે છલાંગ લગાવી કે લોકો તેને જોઈને ચોંકી ગયા. આવો ખતરનાક સ્ટંટ કરનાર તેને 'દુનિયાનો પ્રથમ વ્યક્તિ' કહેવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક લેમ્બોર્ગિની કાર યુટ્યુબર તરફ હાઈ સ્પીડમાં આવે છે. તેનું ટાઈમિંગ એટલું સારું છે કે તેનું શરીર વાહનને બિલકુલ અડતું નથી, તે સમયસર હવામાં કૂદી પડે છે. લોકોને આ ખતરનાક સ્ટંટ ન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તે જીવન માટે જોખમી છે.

આ  સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gharkekalesh નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, 'ભાઈ ખરેખર કન્ટેન્ટ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે', જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, 'આ સાચું ન હોઈ શકે'.

આ સમાચાર શેર કરો