મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

PHOTO: આખું ગામ હાથમાં સાપ લઈને નિકળ્યું, કોઈએ જીભ પર ડંખ મરાવ્યો તો કોઈએ ગળામાં વીંટ્યો! જુઓ પછી શું થયું

બિહારના સમસ્તીપુરમાં નાગ પંચમી પર સાપ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે લોકો હાથમ

PHOTO: આખું ગામ હાથમાં સાપ લઈને નિકળ્યું, કોઈએ જીભ પર ડંખ મરાવ્યો તો કોઈએ ગળામાં વીંટ્યો! જુઓ પછી શું થયું

બિહારના સમસ્તીપુરમાં નાગ પંચમી પર સાપ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે લોકો હાથમાં વિવિધ પ્રકારના ઝેરી સાપ લઈને ફરતા જોવા મળ્યા હતા. સમસ્તીપુર જિલ્લાના વિભૂતિપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિંઘિયાઘાટમાં નાગ પંચમી પર આવો મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. સાપને જોઈને ભલભલાની બોલતી બંધ થઈ જાય છે, ત્યારે અહીંનો નજારો જ કઈક અલગ હતો.  સ્ત્રીઓ પણ સાપની વંશની વૃદ્ધિની ઈચ્છા રાખે છે. વ્રતની પૂર્ણાહુતિ બાદ નાગ પંચમીના દિવસે ગહવારમાં ખાપ અને પ્રસાદ ચઢાવવામાં આવે છે. લોકો કહે છે કે અહીં મેળાની શરૂઆત સો વર્ષ પહેલા થઈ હતી.

મેળામાં એકસાથે આટલા બધા સાપ જોયા પછી મોઢામાંથી અવાજ પણ નીકળતો નથી. આ મેળામાં ભક્તોની સાથે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક લોકો ઝેરી સાપને પોતાના ગળામાં વીંટાળીને રાખે છે જાણે સાપ તેમના મિત્ર હોય. અહીં લોકો ઝેરીલા સાપ સાથે રમે છે. તેઓ સાપને ગળામાં વીંટી વિવિધ સ્ટંટ કરે છે.

અહી સાપ પકડવાની પ્રક્રિયા મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે, જે નાગ પંચમીના દિવસ સુધી ચાલુ રહે છે. નાગપંચમી પર, ભગત રામ સિંહ અને અન્ય ભક્તોએ માતા વિશહરીનું નામ લેતા ડઝનબંધ સાપ બહાર કાઢ્યા હતા. ઝેરીલા સાપને મોંમાં પકડીને તેઓ કલાકો સુધી વિશહરી માતાના નામનો જપ કરતા રહ્યા.

સમસ્તીપુર જિલ્લા ઉપરાંત ખગરિયા, સહરસા, બેગુસરાય, મુઝફ્ફરપુર વગેરે જિલ્લાઓમાંથી પણ લોકો અહીં પૂજા કરવા અને દર્શન કરવા આવે છે. નાગપંચમી પર, સેંકડો ભક્તો હાથમાં સાપ લઈને બુધી ગંડક નદીના સિંઘિયાઘાટ સ્થિત પુલ ઘાટ પર પહોંચે છે.

અહીં, નદીમાં પ્રવેશ્યા પછી, ભક્તો  દેવી માતાનું નામ લેતા ડઝનેક સાપને બહાર કાઢે છે. આ દરમિયાન નદીના ઘાટ પર હાજર ભક્તો નાગરાજ અને વિશહર માતાના નામનો જાપ કરે છે. સાપ લઈને આવેલા ભક્તો સરઘસમાં સિંઘિયાઘાટ બજાર થઈને નરહાન જાય છે અને મંદિરે પહોંચે છે. પૂજા પછી સાપને જંગલમાં છોડી દેવામાં આવે છે. ઘણા ગામોમાં વિશહરી સ્થાન પર બલી પૂજા પણ કરવામાં આવે છે.

લોકોએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે લોકો સંબંધિત વિશહરી સ્થાન પર યજ્ઞ કરવા આવે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ મેળો મિથિલામાં પ્રખ્યાત છે.

અહીં નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા સેંકડો વર્ષોથી ચાલી આવે છે. વિભૂતિપુરમાં આ પરંપરા હજુ પણ જીવંત છે. અહીં મૂળભૂત રીતે વિશારાની ગુફાઓમાં પૂજા થાય છે.

આ સમાચાર શેર કરો