મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

2 યુવતીને એકબીજા સાથે થયો પ્રેમ, તો એક બહેનપણી બની યુવક, પછી થઈ ગયો કાંડ

પ્રેમ આંધળો હોય છે. કહેવત તો ઘણીવાર સાંભળી હશે. આ કહેવતને સત્યાર્થ કરતી એક ઘટના

2 યુવતીને એકબીજા સાથે થયો પ્રેમ, તો એક બહેનપણી બની યુવક, પછી થઈ ગયો કાંડ

પ્રેમ આંધળો હોય છે. કહેવત તો ઘણીવાર સાંભળી હશે. આ કહેવતને સત્યાર્થ કરતી એક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મથુરાથી આવી જ એક અનોખી પ્રેમકથા સામે આવી છે, જ્યાં એક છોકરીએ પોતાનો પ્રેમ મેળવવા માટે પોતાની ઓળખ જ બદલી નાખી. આ સવિતા અને પૂજાની વાર્તા છે, જેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને તેમણે સમાજના બંધનો તોડીને નવું જીવન શરૂ કર્યું. પ્રેમ ખાતર, યુવતીએ મધ્યપ્રદેશના ઇન્દોરમાં પોતાનું જેન્દ્ર ચેન્જ કરાવ્યું. અને છોકરો બની ગઈ. મૂળે બંને છોકરીઓ રાજસ્થાનની રહેવાસી છે.

જયપુરમાં કોચિંગમાં પ્રેમ થયો અને પછી...

ભરતપુરની રહેવાસી 31 વર્ષીય સવિતાએ જયપુરમાં SSC કોચિંગ દરમિયાન પૂજા સાથે મિત્રતા કરી હતી. પૂજા તેના પિતા રમેશ સાથે જયપુરના સાંગાનેર વિસ્તારમાં રહેતી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ અને સમય જતાં આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. પરંતુ સમાજ અને પરિવારના ડરથી તેઓ સાથે રહી શક્યા નહીં.

સવિતા બની લલિત સિંહ 

સવિતાએ પ્રેમ શોધવા માટે એક સાહસિક પગલું ભર્યું અને 31 મે 2022 ના રોજ ઇન્દોરમાં લિંગ પરિવર્તન કરાવ્યું.  લગભગ 10 મહિનામાં ત્રણ સર્જરી પછી, સવિતા છોકરીમાંથી છોકરા, લલિત સિંહમાં પરિવર્તિત થઈ. તેની કિંમત લગભગ 15 લાખ રૂપિયા હતી. લિંગ બદલીને છોકરીમાંથી છોકરો બનેલી સવિતાએ લલિત સિંહના નામે પોતાના દસ્તાવેજો નોંધાવ્યા અને સાથે જીવન વિતાવવાની સંમતિથી, બંનેએ 24 નવેમ્બર, 2024 ના રોજ  જયપુરના આર્ય સમાજ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યા.  આ વાત  સવિતા અને પૂજા સિવાય બીજા કોઈને ખબર નહોતી.

બંનેએ પરિવાર માટે એક ફિલ્મી વાર્તા બનાવી.

પૂજાએ આ સંબંધ તેના પરિવારથી છુપાવ્યો હતો. આ દરમિયાન, પૂજાનો પરિવાર તેના લગ્ન એક યુવાન સાથે નક્કી કરે છે. લગ્ન ટાળવા માટે, પૂજાએ ભરતપુર જવાનું બહાનું કાઢ્યું, અને તેના પરિવારને કહ્યું કે તે B.Ed કરવા માંગે છે. 10  જાન્યુઆરી, 2025 ના રોજ, પૂજા ભરતપુર પહોંચી અને તેનો મોબાઈલ બંધ કરી દીધો.

લલીત અને પૂજા મથુરામાં પતિ-પત્ની તરીકે રહેતા હતા...

જ્યારે પૂજાના પરિવારે તેને શોધવાનો પ્રયાસ કર્યો અને સફળતા ન મળી, ત્યારે તેમણે 14 જાન્યુઆરીએ જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે પૂજાનું લોકેશન શોધી કાઢ્યું અને તે બંનેને મથુરાના મહાવનમાં શોધી કાઢ્યા. પૂછપરછ દરમિયાન લલિતે જણાવ્યું કે તે ફાર્મસી કોલેજમાં કામ કરે છે અને પૂજા તેની પત્ની તરીકે રહે છે.

હવે પતિ-પત્ની બંને ચિંતિત છે.

પૂજાએ પોલીસને સ્પષ્ટ કરી દીધું કે તે લલિત સાથે રહેવા માંગે છે. બંને પુખ્ત વયના છે, તેથી પોલીસે તેમને સાથે રહેવાની મંજૂરી આપી. જોકે, હવે પતિ-પત્ની બંને ચિંતિત છે કારણ કે જે કામ ગુપ્ત રીતે કરવામાં આવતું હતું અને તેના વિશે ફક્ત થોડા લોકો જ જાણતા હતા, તે હવે ખુલ્લેઆમ બહાર આવ્યું છે. સવિતાથી પોતાનું નામ બદલીને લલિત કરનાર વ્યક્તિ સોશિયલ મીડિયાની હેડલાઇન બની ગયો છે. આ દંપતી હવે મથુરા છોડવાનું આયોજન કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો